Vadodara news: આકાશી યુધ્ધ જાણે કે ધરતી પર રક્ત ધારા વહાવે છે. આ ગળાકાટ ઈજાઓનો માનવીની સાથે પશુપક્ષી સહુ ભોગ બને છે અને વૃક્ષો અને નાજુક છોડવાની કપાતી ડાળીઓ ની વેદનાની નોંધ લેવાતી નથી કારણ કે એ ચિત્કાર નથી કરી શકતી.
Vadodara news: ગઈકાલે આખા દિવસ દરમિયાન આખા ગુજરાતમાં (Gujarat news) ધારદાર દોરીથી ગળું કપાયાના 248 બનાવ 108માં નોંધાયા. વડોદરામાં આવા 28 બનાવોમાં 108 એ સેવા આપી. ઉત્તરાયણ (Uttarayan) આનંદ અને મોજનો તહેવાર છે. પરંતુ તલવાર જેવી ધારદાર અને પ્લાસ્ટિક જેવી અકાટય દોરી વાપરી આકાશી યુદ્ધમાં (sky war) અજેય બનવાનો ધખારો એને લોહિયાળ બનાવે છે. આકાશી યુધ્ધ જાણે કે ધરતી પર રક્ત ધારા વહાવે છે. આ ગળાકાટ ઈજાઓનો માનવીની સાથે પશુપક્ષી સહુ ભોગ બને છે અને વૃક્ષો અને નાજુક છોડવાની કપાતી ડાળીઓ ની વેદનાની નોંધ લેવાતી નથી કારણ કે એ ચિત્કાર નથી કરી શકતી.
જીવનરક્ષક સેવા 108નો આ કોલ નંબર ગઈકાલની ઉતરાયણના આખો દિવસ ગળું કપાયું છે. મારી જિંદગી બચાવોના આર્તનાદથી જાણે કે રણકતો રહ્યો છે અને આજે પણ રહેશે. વડોદરા 108 સેવાના મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે તા.14 ની સવારના લગભગ 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ સેવાને આખા રાજ્યમાં ધારદાર દોરી થી ગળાને લોહિયાળ ઇજાના 248 કોલ મળ્યા. આ સેવા આવી દુર્ઘટનાઓનું thread count તરીકે વર્ગીકરણ કરે છે.
વડોદરાની વાત કરીએ તો ગઈકાલના ઉપરોક્ત 9 કલાક દરમિયાન આવી ઇજાના 28 કોલમાં 108 સેવા જીવન રક્ષક બનીને મદદે પહોંચી હતી. અમદાવાદ દોરીથી ગરદનને ઇજાના 74 કેસો સાથે મોખરે છે. જ્યારે આવા કેસો વડોદરામાં 28, સુરતમાં 27, રાજકોટમાં 26, ભાવનગરમાં 10, ગાંધીનગરમાં 8 અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં મહત્તમ 6 થી લઘુત્તમ 1 જેટલાં નોંધાયા છે. કરુણા અભિયાનની મૂંગા પશુ પક્ષીના જીવન બચાવવાની વ્યવસ્થાને તો આવા હજારો પંખીઓની સારવાર કરવી પડી છે.
ઉપસંહાર...ઉત્તરાયણના લગભગ 15 દિવસ પહેલાંથી આવી ધારદાર દોરીની ઈજાઓનો સિલસિલો શરૂ થાય છે અને એક સપ્તાહ પહેલાં તેમાં વધારો થાય છે અને આ પર્વ પછીના એક સપ્તાહ સુધી તેની શક્યતા રહે છે અને મોટેભાગે તેનો ભોગ દ્વિચક્રી અને ખુલ્લા વાહનોના ચાલકો અને રાહદારીઓ બને છે એવું જોવામાં આવ્યું છે.
એટલે આ સમયગાળા દરમિયાન આ વેદના આપતી જોખમી ઈજાઓ થી બચવા વાહન ધીમુ ચલાવવુ, હેલ્મેટ અથવા કાન ઢંકાય તેવી ટોપી પહેરવી અને ગળામાં મફલર કે અંગોછા કે ખેસ વીંટાળીને વાહન ચલાવવા જેવી કાળજીથી બચાવ શક્ય છે.