Home /News /madhya-gujarat /

Vadodara: શહીદ મંગલ પાંડેના વંશજ રઘુનાથ પાંડે શું કહે છે આવો સાંભળીયે...

Vadodara: શહીદ મંગલ પાંડેના વંશજ રઘુનાથ પાંડે શું કહે છે આવો સાંભળીયે...

સ્વાતંત્ર

સ્વાતંત્ર લડવૈયાના પરિવારજનોને રાષ્ટ્રમાતા જિજાઉ પુરષ્કાર આપી સન્માનિત કરાયા...

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ

    વડોદરા:  શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ રામકાંત પૌવળે અને ટીમ દ્વારા પહેલીવાર યોજાનાર સન્નમાન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ભારતની આઝાદી માટે શહાદત વ્હોરનાર વીર સપૂતોના પરિવારજનોને વડોદરા બોલાવવામાં આવ્યા અને તેમનું સત્કાર કરવામાં આવ્યું.

    ભારતની આઝાદી માટે શહાદત વ્હોરનાર વીર સપૂતોના પરિવારજનનોમાં ભગતસિંહના વંશજ કિરણજીત, રાજગુરુના વંશજ સત્યશીલ, સુખદેવના વંશજ અનુજ થાપર શુભાષચંદ બોઝના વંશજ રાજશ્રી ચૌધરી, ચંદ્રશેખર આઝાદના વંશજ હેમંતરાવ મલકાપુર, વીર સાવરકરના વંશજ અસલીતારાજે, મંગલપાંડેના વંશજ રઘુનાથ પાંડે, બાળગંગાધર તિલકના વંશજ શૈલેષ તિલક, સરદાર ઉધમસિંહના વંશજ હરપાલસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ અતુલ પટેલને રાષ્ટ્રમાતા જિજાઉં પુરસ્કાર તથા સાલ ઓઢાડીને સન્માનતી કર્યા હતા.

    આ પણ વાંચો: Surendranagar news: ચોટીલા આંગડીયા પેઢીના માલિક સાથે રૂ. 79 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

    રાષ્ટ્રમાતા જિજાઉં પુરસ્કાર સમારોહમાં ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલે, ડેપ્યુટી મેયર નંદા જોશી તથા અતિથિ વિશેષ ગાયક કલાકાર તથા સમાજસેવાના કાર્ય સાથે સંકળાયેલ કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહી વીર સપૂતોના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર