દાહોદ : પોલીસે 16.94 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો, મધ્ય પ્રદેશથી આવી રહ્યો હતો માલ

દાહોદ : પોલીસે 16.94 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો, મધ્ય પ્રદેશથી આવી રહ્યો હતો માલ
દારૂના જત્થા સાથે ક્રૂઝર ગાડીઓ પણ કબ્જે લેવામાં આવી હતી.

38.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો, ASP શેફાલી બરવાલે બોલાવ્યો સપાટો

 • Share this:
  શાબીર ભાભોર દાહોદ : રાજ્યના સરહદી દાહોદ જિલ્લામાંથી વિદેશી તેમજ ભારતીય બનવાટના દારૂ બીયરનો મોટો ગેરકાયદેસર જથ્થો પોલીસ પકડી પાડ્યો છે. પોલીસે ત્રણ ક્રૂઝર તથા એક પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂ.16,94,400/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પાટાડુંગરી પાસેથી પોલીસે ઝડપી પાડી કુલ રૂ.38,94,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  દાહોદના ASP શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે ગત રાત્રિના સમયે ગરબાડા તાલુકાના પાટાડુંગરી પાસેથી ત્રણ ક્રૂઝર તથા એક બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂ.16,94,400/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ ક્રૂઝર તથા એક પિકઅપ ગાડી મળી કુલ રૂ.38,94,400/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  આ પણ વાંચો : સુરત : 3 લાખ રૂપિયામાં લઈ આવ્યો હતો પત્ની, ઝઘડા થતા પતિએ ગળે ટૂંપો આપી કરી હત્યા

  પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ મદદનીશ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલને ગત રાત્રિના અરસામાં બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના સેજાવાડા તરફથી અલગ અલગ વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી પાંચવાડા, પાટાડુંગરી તરફ જનાર છે.

  જે બાતમીના આધારે પોલીસે ASP શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પાટાડુંગરી પાસે રાત્રિના આશરે કલાક 10.50 વાગ્યાના અરસામાં આવી છુટા છવાયા વોચમાં હતા.તે દરમિયાન રાત્રિના 12.55 વાગ્યાના અરસામાં પાંચવાડા તરફથી પાટાડુંગરી તરફ ચાલુ લાઇટે વાહનો આવતા જાણતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મુકી દઇ આડાશ ઉભી કરી તમામ પોલીસના માણસોએ આવતા વાહનોને રોકી કોર્ડન કરી રોકવા ઇશારો કરતા પોલીસને જોઇ ચારેય વાહનના ચાલકો પોતાના વાહનો મુકી અંધારાનો તથા ઝાડી ઝાખરા તથા ડુંગરાઓનો લાભ લઇ નાસવા લાગતા પોલીસના માણસોએ તેઓનો પીછો કરેલ પરંતુ તેઓ પકડાયા નહોતા.

  ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ ત્રણ ક્રૂઝર તથા એક બોલેરો પીકઅપ ગાડી મળી ચારેય વાહનોની વારાફરતી ઝડતી તપાસ કરતા આ ચારેય વાહનોમાં ગેરકાયદેસર ભારતીય બનાવવાનો ઇગ્લીસ દારુનો જથ્થો ભરેલ મળી આવતા પોલીસે ઝડપાયેલા વાહનો સહિત દારૂનું જથ્થો ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી ચારેય વાહનોમાથી દારૂનો મુદ્દામાલ ઉતારી ગણતરી કરી હતી.

  આ પણ વાંચો :  હળવદ : અમદાવાદથી કચ્છ જઈ રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

  આ ગણતરી કરી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ નંગ 604 જેમાં કુલ બોટલો 16968જેની કુલ કિંમત રૂ.16,94,400/- નો દારૂ તથા બિયરનો જથ્થો પોલીસને મળી આવતા પોલીસે સદર રૂ.16,94,400/- ની કિંમતનો દારૂ તથા ટીન બિયરનો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ વાહનો જેની કિં.રૂ.22,00,00/- મળી કુલ રૂ.38,94,400/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:December 05, 2020, 12:11 pm

  ટૉપ ન્યૂઝ