Home /News /madhya-gujarat /Vadodara News: વડોદરાની પ્રાથમિક શાળાના ચાર વિદ્યાર્થીઓ પાસેથી દારૂ સહિત સિગારેટ-લાઇટર ઝડપાતા હંગામો

Vadodara News: વડોદરાની પ્રાથમિક શાળાના ચાર વિદ્યાર્થીઓ પાસેથી દારૂ સહિત સિગારેટ-લાઇટર ઝડપાતા હંગામો

વડોદરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના બેગમાંથી દારૂ મળ્યો.

Vadodara News: વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મળી આવતા હોબાળો મચ્યો છે. ત્યારે આ મામલે સ્કૂલ પ્રશાસન અને વાલીઓ આમને-સામને થઈ ગયા છે.

    વડોદરાઃ શહેરની સમા-સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી દારૂ પકડાયો છે. આ ઘટના વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાને પગલે હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા માટે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી.

    દારૂની બોટલ સાથે અન્ય વસ્તુઓ ઝડપાઈ


    મળતી માહિતી પ્રમાણે, સમા-સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં ધોરણ 7માં ભણતા ચાર વિદ્યાર્થીઓનો ભાંડો ફૂટી ગયો છે. આ ચારેય વિદ્યાર્થીઓ પાસેથી દારૂની ચાર બોટલ, સિગારેટ, લાઇટર મળી આવ્યા છે. આ ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ ઉપરાંત આવા વિદ્યાર્થીઓને કાઢી મૂકવા સહિત દારૂ ક્યાંથી આવ્યો તે અંગે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂબંધી છતાં મતદાન-ગણતરીએ ‘ડ્રાય ડે’ જાહેર કર્યો!

    શાળાએ ચારેય વિદ્યાર્થીઓને કાઢી મૂક્યાં


    સ્કૂલ સંચાલકોએ આ મામલે કહ્યુ હતુ કે, ‘જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં સામેલ હતા તેમને કાઢી મૂકવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ પ્રકારની કોઈ ઘટના બનશે નહીં તે માટે તકેદારી રાખવામાં આવશે.’

    આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓની બેગમાંથી કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળી અને દારૂ મળ્યો

    વાલીઓએ સ્કૂલ પ્રશાસન પર આક્ષેપ કર્યો


    તો બીજી તરફ વાલીઓએ સ્કૂલ પ્રશાસન પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢ્યા હોવાની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ વાત માત્ર મૌખિક જ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Vadodara, Vadodara Top News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन