બનાસકાંઠા : વીજકર્મી પોલ પરથી નીચે પટકાયો, ડીપી રિપેરીંગ કરવા જતા મળ્યું મોત

બનાસકાંઠા : વીજકર્મી પોલ પરથી નીચે પટકાયો, ડીપી રિપેરીંગ કરવા જતા મળ્યું મોત
ઘટના થરાદ હાઇવે પર ઘટી હતી.

થરાદ હાઇવેની કરૂણ ઘટના, 40 વર્ષીય વીજ કર્મીએ ફરજ પર જ જિંદગી ગુમાવી, ઠાકોર પરિવાર માથે આભ ફાટ્યું

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : સરહદ પર દેશની સેવા કરતા જવાન જ્યારે દુશ્મનની ગોળી ખાય છે ત્યારે શહીદ થઈ જાય છે અને પોતાની ફરજ પર જ જીવ ગુમાવે છે. જોકે, અન્ય વ્યવસાયોમાં ફરજ પર મૃત્યુ પામતા લોકો શહીદ નથી કહેવાતા પરંતુ તેમની ફરજ નિષ્ઠા એક ફોજી જેવી જ હોય છે. આ વાતનું ઔચીત્ય એટલા માટે સુસંગત છે કારણ કે આજે બનાસકાંઠામાં સરકારી નોકરીમાં કામ કરતા સમયે ફરજ પર જ એક યુવકનું અકસ્માતે મોત થયું છે.

  બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના થરાદના હાઇવે પર આજે એક વીજકર્મીના મોતની ઘટના ધટી છે. આ વીજકર્મી પોલ પર કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેણે બેલેન્સ ગુમાવતા તે જમીન પર ધડાકા સાથે પટકાયો હતો.લગભગ 20 ફૂટ જેટલા ઉંચા વીજપોલ પરથી નીચે પટકાતા વીજકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.  પ્રાપ્ત વિગતો મુજબ થરાદ હાઇવે પર એક ડીપી રિપેરીંગનું કામ થઈ રહ્યું હતું. આ કામ અર્થે વીજકર્મી રાજુ ઘુડાભાઈ ઠાકોર ઉ.વ 40 રિપેરીંગ અર્થે વીજપોલ પર ચઢ્યા હતા. રાજુ ભાઈ રિપેરીંગ કરી રહ્યા હતા તેવામાં અચાનક જ તેઓ નીચે પટકાયા હતા. જોકે, તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમના પ્રાણનું પંખેરૂ ઉડી ગયું હતું. આ બનાવના કારણે થરાદમાં શોકનું મોજું છવાયું છે.

  આ પણ વાંચો :  માઉન્ટ આબુમાં ગુજરાતના પ્રવાસી પર હુમલો, દુકાનદારે દોડાવી દોડાવીને માર્યો, પીઠ પર કુહાડીના ઘા ઝીંક્યા

  જમીન પર પટાકાયેલા રાજુ ઠાકોરને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમના પ્રાણનું પંખેરૂ ઉડી ગયું હતું બનાવ અંગ વીજ કંપનીના કર્મચારીઓએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીના મૉતેદહનું પીએમ કરી અને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

  કરન્ટના કારણે પટકાયા કે અન્ય કારણોસર રહસ્ય ઘેરાયું

  અત્રે ઉલ્લેખનીય છે કે રિપેરીંગ સમયે વીજ લાઇન બંધ કરી દેવામાં આવતી હોય છે છતાં અનેક વાર કરન્ટ પસાર થઈ જતો હોય છે તેવામાં રાજુ ભાઈ ઠાકોરનું કરન્ટ લાગવાના કારણે પટકાવાથી મોત થયું કે અન્ય કારણોસર પટકાયા તે રહસ્ય ગૂંચવાયું છે. જોકે, તેમનો પીએમ રિપોર્ટ આવે જ સત્ય બહાર આવી શકશે.
  Published by:Jay Mishra
  First published:November 29, 2020, 17:00 pm