Home /News /madhya-gujarat /Vadodara News: વાઘોડિયા રોડ પર આવેલા ઉમા કોમ્પ્લેક્સની લિફ્ટ તૂટી, 4 લોકો ઇજાગ્રસ્ત
Vadodara News: વાઘોડિયા રોડ પર આવેલા ઉમા કોમ્પ્લેક્સની લિફ્ટ તૂટી, 4 લોકો ઇજાગ્રસ્ત
લિફ્ટમાં સવાર 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Vadodara News: વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલા ડોમિનોઝ પિત્ઝાના આઉટલેટમાં દુર્ઘટના સર્જાઈ છે. ડોમિનોઝ પિત્ઝાની લિફ્ટ તૂટતા 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વડોદરાઃ શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલા ઉમા કોમ્પ્લેક્સની લિફ્ટ તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે લિફ્ટમાં બેસેલા ચારથી પાંચ માણસો ફસાઈ ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી.
ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયરવિભાગના જવાને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ઉપરથી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવતી હતી, તે સમયે અંદાજે બીજા માળેથી લિફ્ટનો વાયર તૂટતા સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. તેમાં ચારથી પાંચ લોકો સવાર હતા. તમામ લોકોને લિફ્ટનો દરવાજો કાપીને 30થી 40 મિનિટમાં રેસ્ક્યૂ કરી લીધા હતા અને સારવાર માટે ખસેડ્યા હતા.’
સુરતમાં લિફ્ટ તૂટતા એકસાથે 8 લોકો પટકાયા હતા
સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી લિફ્ટ તૂટતા પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે, ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટતા ધડાકાભેર નીચે પડી હતી અને એક કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.