ગુજરાતના પેથાપુરના કાપડ બ્લોક બનાવનાર અને માસ્ટર કારીગર માણેકલાલ ગજ્જર
ગુજરાતના પેથાપુરના માણેકલાલ ગજ્જર (1928-2012)ના જીવન અને કાર્યની ઉજવણી કરવામાં આવી રહી છે. GIDC મકરપુરાની અંદર બોધી ખાતે પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.
Nidhi Dave, Vadodara: પ્રેમીઓ માટે આ એક આનંદની વાત છે કે, ગુજરાતના પેથાપુરના કાપડ બ્લોક બનાવનાર અને માસ્ટર કારીગર માણેકલાલ ગજ્જરના જીવન અને કાર્યનો અનુભવ વડોદરામાં હવે કરી શકશે. વડોદરાના ટેક્સટાઇલ ડિઝાઇનર માલા સિન્હા અને ડિઝાઇન ઇતિહાસકાર સુચિત્રા બાલાસુબ્રહ્મણ્યન તેમના સંશોધનના ભાગ રૂપે તેમના વર્કશોપ અને જીવનના કાર્યની સામગ્રીને સંગ્રહિત કરવા અને સાચવવા અને વડોદરામાં તેનું પ્રદર્શન કરવા માટે ભેગા થયા.
પારિજાત ફાઉન્ડેશનના સહયોગથી શક્ય બનેલા આર્ટસ રિસર્ચ પ્રોગ્રામ હેઠળ આ કાર્યને ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર આર્ટ્સની ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
દીકરીઓની જીવનના કાર્યની સામગ્રીને સુરક્ષિત રાખવા ઈચ્છતી હતી
GIDC મકરપુરાની અંદર બોધી ખાતે પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. ગુજરાતના પેથાપુરના માણેકલાલ ગજ્જર (1928-2012)ના જીવન અને કાર્યની ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં તેમના પરિવાર દ્વારા પેથાપુરમાં રહેતા અને કામ કરતા તેમના પૂર્વજોનું કામ છે. માલા સિંહાએ જણાવ્યું હતું કે, “2012માં માણેકલાલ ગજ્જરના અવસાન પછી,
તેમની પુત્રીઓ વીણા, જાગૃતિ અને નીલા તેમના વર્કશોપ અને જીવનના કાર્યની સામગ્રીને સુરક્ષિત રાખવા ઈચ્છતી હતી. તેઓએ 2015માં મારો સંપર્ક કર્યો કારણ કે તેઓને તેમના પિતાની કલાને સાચવવા અને જીવંત રાખવાની લાગણી હતી.
કારીગરની દુનિયાને સમજવા માટે સામગ્રી એક સમૃદ્ધ સ્ત્રોત છે
માલા સિંહાએ જણાવ્યું હતું કે, સામગ્રીને પેથાપુરથી બરોડા ખસેડવામાં આવી અને બોધીના પરિસરમાં સંગ્રહ કરવામાં આવી છે.
ત્યારથી અમે માણેકલાલના જીવનને તેમના પેપરોના અભ્યાસ, આર્કાઇવલ સંશોધન અને મૌખિક ઇતિહાસના રેકોર્ડિંગ દ્વારા એકસાથે જોડી રહ્યા છીએ.
માણેકલાલે તેમનો રેકોર્ડ પણ રાખ્યો હતો અને કાગળ પર તેમની ડિઝાઇનની પ્રિન્ટ, ગ્રાહકો સાથેનો પત્રવ્યવહાર, અન્ય કારીગરોને અને અન્ય કારીગરોના પત્રો, હિસાબની પુસ્તકો અને ફોટોગ્રાફ્સના રૂપમાં એક સમૃદ્ધ આર્કાઇવ છોડી દીધો છે.
આ ઉપરાંત તેમના સાધનો, તેમના વર્કશોપના સાઈનબોર્ડ પણ સાચવવામાં આવ્યા છે. કારીગરની દુનિયાને સમજવા માટે સામગ્રી એક સમૃદ્ધ સ્ત્રોત છે.
ગુજરાત સરકારે તેમને 1997-98નો લલિત કલા માટે રવિશંકર રાવલ પુરસ્કાર એનાયત કર્યો
માલા સિંહાએ જણાવ્યું હતું કે, આપણે હસ્તકલાના વિવિધ સ્વરૂપો, કારીગરી અને તેના ઇતિહાસ પર સંશોધન કરીએ છીએ, પરંતુ કારીગર પર કોઈ સંશોધન કરતું નથી.
અહીં આપણે માણેકલાલ ગજ્જરનું જીવન, તેમણે કામ કર્યું તે સમય, તેઓના સંપર્કમાં આવેલા લોકો અને અન્ય વિગતો જાણવાનો પ્રયાસ કર્યો છે. તેણે તેની ત્રણ દીકરીઓનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો, જે હવે જીવનમાં આર્થિક રીતે સ્થિર છે. તેમના કામની વિશ્વભરમાં પ્રશંસા થઈ કારણ કે, તેમની પાસે કુશળતા, સર્જનાત્મકતા અને બજારનું જ્ઞાન હતું.
તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમનું કાર્ય ભારત અને વિદેશમાં સંગ્રહાલયના સંગ્રહનો ભાગ બની ગયું હતું. તેમણે વર્ષ 1979માં વુડ બ્લોક કોતરણીમાં તેમની નિપુણતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે તેમને 1997-98નો લલિત કલા માટે રવિશંકર રાવલ પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમણે આ પ્રશંસા તેના વિઝિટિંગ કાર્ડ, લેટરહેડ અને બિલ બુક્સ પર આપી હતી.