વડોદરા : વરસાદી આફત બાદ થાળે પડતું જનજીવન, સ્કૂલ-કોલેજો શરૂ થઈ

News18 Gujarati
Updated: August 5, 2019, 11:02 AM IST
વડોદરા : વરસાદી આફત બાદ થાળે પડતું જનજીવન, સ્કૂલ-કોલેજો શરૂ થઈ
સોમવારથી સ્કૂલ-કોલેજો ખુલતા વિદ્યાર્થીઓ ખુશ

એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી જતાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું.

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા : શહેરમા 31મી જુલાઈના રોજ ખાબકેલા ભારે વરસાદ બાદ હવે જનજીવન થાળે પડી રહ્યું છે. ભારે વરસાદની સાથે જ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી જતાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું સ્તર વધી જતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

હવે નદીની સપાટી ઓછી થતાં સોમવારથી સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી છે. જોકે, પ્રથમ દિવસે શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજર પાંખી જોવા મળી હતી. આજથી શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ગત રવિવારે ફ્રેન્ડશીપ ડે હોવાથી સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ પોતાના મિત્રોને મળીને ખુશ થઈ ગયા હતા.પ્રથમ દિવસે પાંખી હાજરી

પૂર બાદ બહારગામના વિદ્યાર્થીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા, તેમજ હાલ વરસાદની સિઝન ચાલુ હોવાથી વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલ જતા રોકતા પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, 24 કલાક સુધી જો શહેરમાં ભારે વરસાદ નહીં પડે તો મંગળવારથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી સામાન્ય થઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રીક્ષા સેવા રાબેતા મુજબ શરૂ
Loading...

શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી રીક્ષા સેવાને ખાસ અસર પહોંચી હતી. જેના કારણે રોજિંદા આવક પર જીવન નિર્વાહ કરતા રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પાણી ઓસરી જતા વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે. બીજી તરફ રીક્ષા સેવા શરૂ થતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.
First published: August 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...