વડોદરા : શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)અંતર્ગત આજરોજ રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર એવોર્ડનું (Award)આયોજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ રામકાંત પૌવળે અને ટીમ દ્વારા પહેલીવાર યોજાનાર સન્માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ભારતની આઝાદી માટે શહાદત વ્હોરનાર વીર સપૂતોના પરિવારજનોને વડોદરા (Vadodara)બોલાવવામાં આવ્યા અને તેમનું સત્કાર કરવામાં આવ્યું.
રાષ્ટ્રમાતા જિજાઉ પુરસ્કાર સમારોહમાં ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલે, ડેપ્યુટી મેયર નંદા જોશી તથા અતિથિ વિશેષ ગાયક કલાકાર તથા સમાજસેવાના કાર્ય સાથે સંકળાયેલ કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહી વીર સપૂતોના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર