વડોદરા: સવંત 2078ના પોષ સુદ-12ને શુક્રવાર તારીખ 14મી જાન્યુઆરીના બપોરે 2:30 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો. સૂર્યનારાયણ આજના દિવસથી ઉતરાયણમાં ગતિ કરે છે. તો આ ઉત્તરાયણ બધાની માટે નવી ઉર્જા પ્રદાન કરે અને આવનારા સમયમાં જે કોરોના રોગનું નાશ થાય અને બધાનો જ આરોગ્ય સારું રહે એવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીશું.
રાશિ સિંહ, મકર, મીન - આ રાશિવાળાઓને પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જેમ કે સોનુ, ચણાની દાળ, તુવેર દાળ, પીળું કાપડ, પિત્તળના વાસણ તથા તલ અને શક્ય હોય તો સુવર્ણ કે દક્ષિણા સહિત દાન કરવું.
રાશિ વૃષભ, કન્યા, મીન - આ રાશિવાળાઓને સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું જેમ કે, ચાંદી, ખાંડ, ચોખા, સફેદ કાપડ, તુલસી ક્યારાનું દાન કરવું.