વડોદરા: આપણો ભારત દેશ (India) આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોએ (National Festival) ધ્વજને ફરકાવીને વંદન કરાય છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે, તે માટે તમામ નાગરિકો (Citizens) એક સરખી રીતે ધ્વજવંદન કરે તે આવશ્યક છે. જ્યાં ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થાય અને રાષ્ટ્રધ્વજને સલામી આપીએ તે દરેક નાગરિકોની ફરજ છે.
અખિલ ભારતીય સેવાદળ સરદારભવન, વડોદરા દ્વારા આ સંસ્થાના અધિકારી હરેન્દ્રશિંહ દાયમાએ તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકોને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું માન - સન્માન જાળવવા અપિલ કરી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજના વિવિધ સ્વરૂપોની પ્રદર્શની યોજાઇ હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો સમજાવવાઈ હતી.