વિશ્વામિત્રી ઘાટનો જીણોદ્વાર શિવરાત્રીએ કરવામાં આવશે
વિશ્વામિત્રીના કિનારે અસંખ્ય ઐતિહાસિક ઘાટ આવેલા છે. જેમાંથી કાલાઘોડા પાસેના અંદાજે 350 વર્ષ જૂના ઘાટનું વિવિધ સંગઠનો દ્વારા પૌરાણિક પદ્ધતિથી એટલે કે ચૂનો, રેતી, ઈંટોની ડસ્ટ, ગોળ, દહીં, બિલીના વૃક્ષનાં ફળ સહિતની ચીજોને ભેગી કર્યા બાદ 15-20 દિવસ સુધી રહેવા દઈ તેને ગ્રાઇન્?
વડોદરા: વિશ્વામિત્રીના (Vishwamitri River) કિનારે અસંખ્ય ઐતિહાસિક ઘાટ (Historical Ghat) આવેલા છે. જેમાંથી કાલાઘોડા (Kalaghoda) પાસેના અંદાજે 350 વર્ષ જૂના ઘાટનું વિવિધ સંગઠનો દ્વારા પૌરાણિક પદ્ધતિથી એટલે કે ચૂનો, રેતી, ઈંટોની ડસ્ટ, ગોળ, દહીં, બિલીના વૃક્ષનાં ફળ સહિતની ચીજોને ભેગી કર્યા બાદ 15-20 દિવસ સુધી રહેવા દઈ તેને ગ્રાઇન્ડ કરી રિસ્ટોરેશન (Restoration) શરૂ કરાયું.
ઇતિહાસકાર તથા આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલના જણાવ્યા મુજબ તંત્રની નિષ્કાળજીથી ઘાટ જીર્ણ હાલતમાં છે. જેનું રિસ્ટોરેશન શરૂ કર્યું છે. ઘાટના પથ્થરો જોડવા, ત્યાંનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં કેમિકલ ટેસ્ટ કરી તેમાં કઈ વસ્તુનો ઉપયોગ કરાયો તેની માહિતી મેળવી હતી. આ બધી વસ્તુને ભેગી કરી 15 થી 20 દિવસ રહેવા દેતાં તેમાં ચિકાસ આવે છે અને જેનાથી સાંધા મજબૂત બને છે. આ પદ્ધતિથી વર્ષો સુધી બાંધકામ ટકે છે. તેથી આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ કાર્યમાં સ્વર્ગ ટીમ, નેચર વોક, દેવસ્થાન સફાઈ અભિયાન ગ્રૂપ, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ, પર્યાવરણ, આર્કિયોલોજી ટીમ દ્વારા સહયોગ અપાઇ રહ્યો છે.
જે કાર્ય વડોદરા શહેરની પાલિકાએ કરવું જોઈતું હતું તે કાર્ય વડોદરાના નગરજનો કરી રહ્યા છે. આ વિશ્વામિત્રી ઘાટનો જીણોદ્વાર શિવરાત્રીએ કરવામાં આવશે. જેમ નર્મદા નદી અને ગંગા નદીના ઘાટ પર હજારો દિવડાની આરતી કરવામાં આવે છે, તેવી જ રીતે વિશ્વામિત્રી નદીના ઘાટ પર પણ આ જ પ્રકારે હજારો દિવડાની જો આરતી કરવામાં આવે તો ખૂબ જ સુંદર દ્રશ્ય સર્જાશે તથા વિશ્વામિત્રી નદીને ફરી એક વખત જીવન પ્રદાન થશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર