વડોદરાનાં ડિંકલ ગોરખા ડીંકુ બોકસર તરીકે જાણીતા છે. એક અકસ્માતમાંથી ડિંકલનાં પગમાં ખોટ રહી ગઇ હતી. છતા પણ કિક બોક્સિંગની સતત તૈયારી કરી હતી અને રાજયમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીત્યો છે.
Nidhi Dave, Vadodara: કહેવાય છે કે ધારીએ તે થાય. કંઇક મેળવવાની ઇચ્છા હોય તો આખી દુનિયા તેને મેળવવા તમારી મદદ કરે છે. આવું જ કંઇક વડોદરા ની ડિંકલ ગોરખા સાથે થયું છે. કેટલાક દિવસો પહેલા લોકો તેને પગની ખોટને લઇને કિક બોક્સિંગમાં ભાગ ન લેવાની સલાહ આપતા પણ તેણે કિક બોક્સિંગ ની ટુર્નામેન્ટમાં ભાગ લઇ ગુજરાત ચેમ્પયનશીપ જીતી અને દરેક ટીકાકારોને ચૂપ કરી દીધા છે.
અકસ્માતમાં પગમાં ખોટ રહી ગઇ હતી
વડોદરામાં રહેતી 17 વર્ષની ડિંકલ ગોરખા ડિંકૂ બોક્સરના નામથી પ્રખ્યાત છે. વર્ષ 2009માં ડિંકલ જ્યારે તેની માતા સાથે યાત્રાએ ગઇ હતી. ત્યારે અકસ્માતમાં તેના ડાબા પગની ઘૂંટીનો ઉપરનો ભાગ કચડાઇ ગયો. જ્યારે તેની માતાના બંને પગ કાપવા પડ્યા.
પગની ખોટ હોવા છતાં ડિકલે પાંચ વર્ષ પહેલા કિક બોક્સિંગ ની શરૂઆત કરી, પણ લોકોએ પગની ખોટને કારણે કિક્બોક્સિંગ છોડવાની સલાહ આપી. પરંતુ પોતાના પરના દ્રઢઆત્મવિશ્વાસથી ચાર મહિના પહેલા રાજ્ય ચેમ્પિયનશીપ માટે અથાગ મહેનત કરી.
100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો
ડિંકલે હાલમાં યોજાયેલ પ્રેસિડન્ટકપ લાઇટ કન્ટેક્ટ બોક્સિંગના ફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધો. આ સ્પર્ધામા 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડિંકલ કહે છે.
આ જીત તેના માટે ખૂબ મહત્વની છે. તેને કદી વિચાર્યુ પણ ન હતુ કે, તે રાજ્ય ચેમ્પયન બનશે. હવે તે રાષ્ટ્રીયસ્તર અને પછી આંતરરાષ્ટ્રીયસ્તર માટે તૈયારી કરી રહી છે.
મારી દીકરી દેશનું નામ રોશન કરશે
ડિંકલના કોચ સિધ્ધાર્થ ભાલેઘરે કહ્યુ કે, તે ખુબ મહેનતુ છે. તેને કંઇક કરવાની પહેલેથી જ ચાહત હતી. જેના કારણે કઠોર પરિશ્રમ કરી તે તેના પ્રતિસ્પર્ધીઓથી સારુ પ્રદર્શન કરી શકી છે. તે ખૂબ જ આગળ વધશે અને મારી સાથે એની માતા અને દેશનું નામ રોશન કરશે.
તથા ડિંકલના રાજ્ય ચેમ્પિયન બનવા પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. તેની માતાએ કહ્યું કે, મને મારી દીકરી પર ગર્વ છે. તે એક દિવસ દેશનુ નામ જરૂર રોશન કરશે.