Home /News /madhya-gujarat /Vadodara: સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, કેમ થયું આવું? જાણવા જેવું છે કારણ

Vadodara: સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, કેમ થયું આવું? જાણવા જેવું છે કારણ

પાવર ઓફ વોટ - વોટ ફોર ડેમોક્રસી...

વડોદરાની 14 જેટલી શાળાઓ અને પી. ટી. સી. કોલેજના લગભગ 3000 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી હતી અને લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

    Nidhi dave,Vadodara: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસ બાકી છે.સમગ્ર ગુજરાત લોકશાહી પર્વને વધાવવા આતુર છે. સંસ્કારીનગરી અને વિદ્યાનગરી તરીકે નામના ધરાવતો વડોદરા જિલ્લો કેમ એમાં બાકાત રહી જાય.

    વડોદરા શહેરની 14 જેટલી શાળાઓ અને પી. ટી. સી. કોલેજના લગભગ 3000 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ વડોદરા જિલ્લાના તમામ મતદાતા પોતાનો મત અચૂક આપે અને લોકશાહીમાં મહત્વનો નિર્ણય લેવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપે એ સંદેશા સાથે વડોદરા શહેરના હાર્દ સમા સુરસાગર તળાવ ફરતે માનવ સાંકળ રચી હતી.



    એક મત ભવિષ્યનું નિર્માણ કરે

    એકતામાં તાકાત રહેલી છે અને માનવસાંકળ એ એકતાનું પ્રતીક છે. બસ એ જ એકતા લોકશાહીના મહાપર્વમાં દાખવવાની છે. શાળાના દરેક વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યનો મહત્વનો નિર્ણય વડોદરા જિલ્લાના તમામ મતદાતા પર મુક્યો છે. તેમનું કહેવું છે કે, વર્તમાનમાં થયેલા નિર્ણય પર અમારું ભવિષ્ય નિર્ભર છે.



    તેથી દરેક મતદાતાએ પોતાનો મત સમજી - વિચારીને અને ભૂલ્યા વગર આપવો જોઈએ. દરેક મતદાતા પોતાનો મત આપવા માટે પ્રોત્સાહિત અને તૈયાર થાય તે માટે માનવસાંકળ રચીને બધાય મતદારોને સંદેશ આપવામાં આવ્યો હતો.



    પહેલી વખત મતદાન કરવાનો ઉત્સાહ

    વિદ્યાર્થીઓએ સંદેશા અને અનેક સૂત્રો - બેનરો સહિત સેંકડોની સંખ્યામાં હાજર રહીને મતદાનની તક ન ચૂકવા અનુરોધ કર્યો હતો.ઉપસ્થિત રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 18 ઉપરની ઉંમરના હતા.ચૂંટણી તેમના માટે પહેલી અને નિર્ણાયક અને મહત્વની બની રહશે.



    તેઓ પોતે મત આપવા માટેનો સ્વ - નિર્ણય લેવા માટે આતુર હતા. તેઓનું કહેવું હતું કે, એક જ એવો નિર્ણય છે, જે અમે અન્યને કહીને, પૂછીને કે પરવાનગી લઈને નહીં પરંતુ ફકત પોતાના જ નિર્ણય પર અટલ રહીને અમારા મત અંગેનો નિર્ણય લઈ શકીશું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Local 18, Students, Vadoara

    विज्ञापन
    विज्ञापन