VADODARA: ગુણકારી એલોવેરા અને બારમાસી, જાણો બારમાસી અને એલોવેરાના શું છે ઔષધીય ગુણ
VADODARA: ગુણકારી એલોવેરા અને બારમાસી, જાણો બારમાસી અને એલોવેરાના શું છે ઔષધીય ગુણ
આપણી આસપાસ ઉગતા ફૂલ-છોડના રોજિંદા જીવનમાં ઉપયોગ અને તેના ફાયદાઓ.
આયુર્વેદ-1 એપિસોડમાં આપણે ગુલાબ અને જાસુદ, જે આપણા ઘર આંગણે થાય છે તો એના વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી કે, તે કેવી રીતે ઔષધિય રૂપે ઉપયોગી છે. આ ઍપોસોડમાં આપણે જાણીશું કે, એલોવેરા અને બારમાસી આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને છે.
નિધિ દવે, વડોદરા: આયુર્વેદ-1 એપિસોડમાં આપણે ગુલાબ (Rose) અને જાસુદ, જે આપણા ઘર આંગણે થાય છે તો એના વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી કે, તે કેવી રીતે ઔષધિય (Medicinally) રૂપે ઉપયોગી છે. આ ઍપોસોડમાં આપણે જાણીશું કે, એલોવેરા (Aelovera) અને બારમાસી (Perennials) આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને છે. ડો. શેફાલી પંડ્યા કે જેમને આયુર્વેદાનું (Ayurveda) સંપૂર્ણ જ્ઞાન છે, એ આપણને જણાવશે આપણી આસપાસ ઉગતા ફૂલ-છોડના રોજિંદા જીવનમાં ઉપયોગ અને તેના ફાયદાઓ.
બારમાસીને કૃમીગ્ન પણ કહેવાય,બારમાસીને મેન્ટલ ડિસીઝમાં ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે.
બારમાસીને કૃમીગ્ન કહેવામાં આવે છે. બાળકોને કૃમિ થયા હોય, મોઢા પર સફેદ ડાઘ પડ્યા હોય, રાતના સમયે બાળક પથારીમાં પેશાબ કરી દેતું હોય, આ બધાનું કારણ કૃમિ છે. તો બારમાસીના ફૂલનો રસ કાઢીને 1-1 ચમચી જેટલો રસ દિવસમાં 2-3 વખત આપી શકાય છે. શરીરના કોઈ જગ્યા પર ઘા થયો છે, અને એને સાફ કરવા જો ડેટોલ ના હોય તો આ બારમાસીના ફૂલના રસને લગાવી શકાય છે. બારમાસીને મેન્ટલ ડિસીઝમાં ખુબ જ ઉપયોગી ગણવામાં આવ્યું છે. બારમાસી ઇમ્યુનીટી વધારવામાં પણ મદદરૂપ છે.
એલોવેરા વાળ માટે ઉત્તમ,પીરિયડ્સ સમયસર આવતું ન હોય તો એવા સમયે એલોવેરાનો રસ લઈ શકાય.
એલોવેરા વાળ માટે ઉત્તમ છે. આ કૃમિ માટે પણ ઉપયોગી છે. જો યુરિન વ્યવસ્થિત ન આવતું હોય તો એલોવેરાનો રસ પીવાથીથી ફાયદો થઈ શકે. બરોળમાં જ્યાં સોજો આવ્યો હોય ત્યાં એલોવેરાના પલ્પમાં હળદર ભેળવીને ગરમ કરીને લાગવાથી રાહત મળે છે. જો કોઈ ચાલી મહિલાને મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે અને પીરિયડ્સ સમયસર આવતું ન હોય તો એવા સમયે એલોવેરાનો રસ લઈ શકાય. આંખમાં જો ઇન્ફેક્શન થયું હોય તો પણ એલોવેરા ઉપયોગી છે. આવી રીતે ઘણી બધી વસ્તુઓ માટે એલોવેરા ઉપયોગી છે.
કોઈ પણ દ્રવ્ય ઔષધિની રીતે કામ કરી શકે પણ એના વિષે જો યોગ્ય જાણકારી હોય અને એની યુક્તિ યોગ્ય રીતે થઈ શકે તો. તથા આ જાણવું પણ અનિવાર્ય છે કે, કોઈ પણ દ્રવ્યને વાપરતા પહેલા પોતાના વૈદ્યને મળીને જ વાપરવું. કારણકે દરેક માણસની પ્રકૃતિ અલગ હોય છે. જેથી દરેક દ્રવ્યની અસર દરેક લોકો પર અલગ થતી હોય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર