Home /News /madhya-gujarat /

Vadodara: શું છે લવિંગ અને ઈલાયચીના ઔષધીય ગુણ, કેવી રીતે કરવો ઉપયોગ જાણો અહિયા

Vadodara: શું છે લવિંગ અને ઈલાયચીના ઔષધીય ગુણ, કેવી રીતે કરવો ઉપયોગ જાણો અહિયા

ઈલાયચીને

ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે. 

લવિંગએ ખાસ મુખવાસમાં ઉપયોગી છે. એમાં તાંબુલભક્ષણ છે જે પાન અને મુખવાસ સમાન છે જે મોઢાંની દુર્ગંધ દૂર કરે છે. ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે.

    નિધિ દવે, વડોદરા: અગાઉ આયુર્વેદના (Ayurveda Episodes) બે એપિસોડમાં આપણે જોયું કે, ઘરમાં કે ઘરની આસપાસ ઉગતી વનસ્પતિઓ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી સાબિત થતી હોય છે. ગુલાબ, એલોવેરા, જાસુદ અને બારમાસી વિશેની વિસ્તૃતમાં માહિતી આપણે ડો. શેફાલી પંડ્યા એ આપી હતી. તો આજના ત્રીજા એપિસોડમાં જાણીશુ કે લવિંગ (Cloves) અને ઈલાયચી (Cardamom) આપણે ને કેવી રીતે ઉપયોગી થતા હોય છે, આ વિશેની વિસ્તૃતમાં માહિતી નક્ષત્ર આયુર્વેદમના ડો. દત્તાત્રેય પંડ્યા જણાવશે.

    લવિંગ મોઢાને ચોખ્ખું કરે છે મોઢાનીસુગંધને પણ સુધારે છે અને જમ્યા બાદ શરીરમાં થતા કફનાપ્રકોપનેકાબુમાં કરે છે.

    લવિંગ: એ ખાસ મુખવાસમાં ઉપયોગી છે. આયુર્વેદની દિનચર્યા, જેમાં રોજિંદા જીવનમાં શું કરવું, જમ્યા પછી શું કરવું? તો એમાં તાંબુલભક્ષણ એટલે કે પાન અને મુખવાસ જેવા ગુણ છે, જે મોઢાંની દુર્ગંધ દૂર કરે છે. એના માટે વપરાતા દ્રવ્યોમાં લવિંગનું સ્થાન સૌથી મુખ્ય હોય છે. લવિંગ એક એવું દ્રવ્ય છે જે ફક્ત મુખવાસની જેમ મોઢાને ફક્ત ચોખ્ખું નહીં પરંતુ સુગંધને પણ સુધારે છે અને જમ્યા બાદ શરીરમાં જે કફનો પ્રકોપ થાય છે, એને પણ કાબુમાં કરે છે.

    આખી રાત વાંચન કરતા વિદ્યાર્થીઓ માટે અમૃત સમાન છે લવિંગ

    લવિંગ વિષે ઘણી ગેરમાન્યતાઓ છે. મોટા ભાગના લોકો એમ માને છે કે, લવિંગ સ્વભાવે ગરમ હોય છે. પણ આયુર્વેદ કહે છે કે, લવિંગ સ્વભાવે ઠંડુ છે. લવિંગ એ એવા વિદ્યાર્થીઓ માટે વરદાન રૂપ છે કે, જેમણે આખી રાત વાંચવાનું છે અને જેમને ખાસ ચા ની આદત નથી. આ લોકો લવિંગ માત્ર સૂંઘશે, ત્યાં એમની ઊંઘ ગાયબ જ થઈ જશે. કોરોના બાદ ખાસ દર્દીઓ કહેતા હોય છે કે, સુગંધ જ જતી રહી છે. તો એ સમયે ત્યારે લવિંગ સૂંઘવાથી એ સુગંધને પછી લાવવાની શક્યતાઓ વધારે હોય છે. તદુપરાંત દાંતમાં દુખાવો હોય, ત્યારે લવીંગને મસળીને એમાંથી જે તેલ નીકળે છે અથવા તો એના પાવડરને ઘીમાં સાંતળીને દાંત પર લાગવાથી દુખાવો દૂર થઈ જાય છે. આવા ઘણા ફાયદાઓ વિસ્તૃતમાં જણાવેલ છે.

    ઈલાયચી બે પ્રકારની હોય છે.મોટી ઈલાયચી અને નાની ઈલાયચી. મુખવાસ તરીકે આપણે નાની ઈલાયચીનો ઉપયોગ કરીએ છીએ.

    ઈલાયચી: સૌથી ફેમસ મુખવાસ ઈલાયચી છે. બોલીવુડના ખાન થી લઈને મોટી મોટી કંપનીઓ પણ ઈલાયચી વિષે વાત કરી રહી છે. ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે. આયુર્વેદમાં હજારો વર્ષો પૂર્વે ઈલાયચીના પ્રકાર, એ કેવી રીતે ઉત્પ્ન્ન થાય છે, ક્યાં મળે છે, એના વિષે જણાવેલ છે. જેમાં બે પ્રકારની ઈલાયચી આવતી હોય છે - મોટી ઈલાયચી અને નાની ઈલાયચી. આપણે મુખવાસ તરીકે ઘરમાં જે ઇલાયચીનો ઉપયોગ કરીએ છે એ નાની ઈલાયચી છે. જેમાંથી કાળા અથવા તો કથ્થાઈ રંગના દાણા નીકળે છે.

    આ પણ વાંચો: એક લાખ વડોદરાવાસી પીસે નિઃશુલ્ક ચા, જાણો ક્યારે અને ક્યાં ?

    ઈલાયચીસ્વભાવે ઠંડી હોય છે.વધારે માત્રમાં ઉલ્ટી થવાની પ્રક્રિયાને કાબુમાં લાવી શકે છે.

    ઈલાયચીસ્વભાવે ઠંડી હોય છે.વધારે માત્રમાં ઉલ્ટી થવાની પ્રક્રિયાને કાબુમાં લાવી શકે છે. તથા પાચન થવાની પ્રક્રિયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જેમને પેશાબ ઓછો આવતો હોય, એમણે પણ ઇલાયચીનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દી માટે ઈલાયચી એક ખુબ જ સારો મુખવાસ માનવામાં આવે છે. આ વિશેની વધુ વિસ્તૃતમાં માહિતી ડો. દત્તાત્રેય પંડ્યાએ વીડિયોમાં સમજાવી છે.

    આયુર્વેદ વિષે જો વધુ જાણકારી મેળવવી હોય તો તમે અહીં સંપર્ક કરી શકો છો: 91 94272 27163 / 91 94284 48950 / 0265 2312120

    સરનામું: 1, અનુપમ સોસાયટી, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા.

    https://www.nakshatraayurvedam.com/
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Food for life, Healthy life, Vadodara, Vadodara City News, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन