1. વડોદરા શહેરના રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા અંગે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પશુપાલકો તથા આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ.
વડોદરા શહેરના રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા અંગે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પશુપાલકો તથા આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. શહેરમા રખડતા પશુઓના ત્રાસ હેઠળ આખરે તંત્ર એક્શનમાં આવ્યું. વડોદરા મહાનગર પાલિકાની બેઠક શહેરના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલ. શહેરના તમામ પશુપાલકો આ મીટીંગમાં ઉપસ્થિત રહયા હતા અને પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. પશુઓ માટે શહેરમાં ખાસ જગ્યા ફાળવવામાં આવશે.જ્યાં પશુને તમામ જરૂરિયાત પૂરી થશે. આ અંગે પશુપાલકોએ પણ સહમતી બતાવી. આ બાબતે ફરી એક વખત 8મી ઓક્ટોબરે બેઠક કરવમાં આવશે.
2. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત શહેર સ્તરની નવરાત્રી ગરબા સ્પર્ધા-2021નો મેયર કેયુરભાઈ રોકડીયાના વરદ હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો...
શહેરના સર સયાજીરાવ નગર ગૃહ, અકોટા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત શહેર સ્તરની નવરાત્રી સ્પધૉ 2021 નો મેયર કેયુર રોકડિયાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, સાસંદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય અકોટા સીમા બેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ, દંડક ચીરાગ બારોટ, મ્યુનિસિપલ. કાઉન્સિલરો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવા આવ્યો હતો.
ગરબા હરીફાઈ બે દિવસ સુધી યોજવામાં આવી છે. આ ગરબા હરીફાઈમાં 18 જેટલી સંસ્થાઓએ આવૉચિન /પ્રાચીનગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.
3. આરોપી વિરુધ્ધ ફરીયાદ રજીસ્ટર કરી અટક કરવા બાબતનું આવેદન...
સામ વિસ્તારના રહેવાસી, જેમની ઉપર ખોટો કેસ કરીને પોલીસ દ્વારા મારવમાં આવેલ. જે ખરેખર આરોપી હતા તેમની પાસેથી રૂપિયા 35000 લઈ છોડી મુકવામાં આવ્યા. નિર્દોષને ન્યાય મળે તે માટે શહેરના પોલીસ ભવન ખાતે નિર્દોશી વિનોદભાઈ માળીના પરિવાર જનો આવેદન લઈને આવેલ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર