Home /News /madhya-gujarat /

Vadodara: સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મજયંતીની ઉજવણી કરાઈ, ગાયક કલાકારો આપી પુષ્પાંજલિ

Vadodara: સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મજયંતીની ઉજવણી કરાઈ, ગાયક કલાકારો આપી પુષ્પાંજલિ

સાયજીરાવે

સાયજીરાવે સંગીતવિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે રૂ.100ના પગારે નિયુક્ત કર્યા હતાં

"આફતાબ - એ - મૌસિકી" સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મજયંતી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા તેમની મજાર પર શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આશ્રયસના ગાયન વિભાગના વિધાર્થીઓ સહિત ડીન પણ જોડાયા હતા.

  વડોદરા: "આફતાબ - એ - મૌસિકી" સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની (late. Ustad faiyaz kha) જન્મજયંતી નિમિત્તે મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા તેમની મજાર પર શ્રદ્ધાસુમન (Tribute) અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ ( Faculty of Performing Arts) આશ્રયસના ગાયન વિભાગના વિધાર્થીઓ સહિત ડીન પણ જોડાયા હતા. ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, વિપક્ષના નેતા અમી રાવત મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિત ગાયક કલાકારોએ તેમની જન્મ જયંતી નિમિત્તે સ્વ.ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબની મજાર પર પુષ્પાંજલિ અર્પિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  ફૈયાઝખાંનો જન્મ 8મી ફેબ્રુઆરી 1880માં એ સદીઓથી પેઢી દર પેઢી હિન્દી સંગીતની માવજત કરતા આગ્રાના એક સંગીતકા૨ સફદર હુસેનખાંને ધરે થયો હતો. તેમને માતા અને પિતા તરફથી વારસામાં સંગીતઅને ગાયકી મળેલી હતી. તેઓ “રંગીલા ઘરાણા”ના હતાં. દીવાને અકબરીના ખ્યાતનામ ગધૈયા રમઝાનમાં રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું. ફૈયાઝખાંએ પણ એ ગાયકીને જાળવી રાખી.

  ફૈયાઝખાં માંડ ચારેક વર્ષના હતા, ત્યારે તેમના પિતા સદરહુસેનખાં અવસાન પામ્યાં હતાં. ફૈયાઝખાંનો ઉછેર મોસાળમાં થયો હતો. સંગીતનું પધ્ધતિસરનું જ્ઞાન તો એમને પોતાના નાના ગુલામ અબ્બાસખાં તરફથી મળ્યું. ફૈયાઝખાંએ દશ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાંખે તેવી ખ્યાતી મેળવી હતી. આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો. તેમનો ઘુંટાયેલો કંઠ, ગીતોમાં શબ્દોની સ્પષ્ટતા અવાજની રોડાઇ મૃદ સ્વર, કંપન, આલાપની બઢત તેમજ લયકારી બધી બાબતો તેમની ગાયકીમાં જણાતી હતી.

  આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ : આવી રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 19 દિવસમાં 30 આતંકી પકડ્યા

  ખાંસાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પધ્ધતિઓ દ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી અને ગઝલમાં અનોખી સિધ્ધિ મેળવી હતી. ફૈયાઝખાંની કીર્તી સુવાસથી પ્રભાવિત થઈને ઈ.સ. 1912 માં વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકા૨ તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે 100 રૂપિયાના પગારે નિયુક્ત કર્યા હતાં. આથી એમની ખ્યાતી અને આવકમાં વધારો થતો ચાલ્યો.

  આ પણ વાંચો: Surat : પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

  ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો એમનો અવાજ ભારતીય સંગીતની સાચી પહેચાન કરાવવા લાગ્યો, ત્યા 2 થી જીવનના અંત સુધી વડોદરા તેમની કર્મભૂમિ બની. ખાંસાહેબનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. ઉંચો ગોરો વાન, દુષ્ટપુષ્ટ કાયા, આંખોની ચમક, પાનથી રંગાયેલા હોઠ, ભરાવદાર મુખમુદ્રા અજબ પ્રભાવ પાડતા હતાં. સારા સંગીતકાર હોવા ઉપરાંત તેઓ સારા માનવી હતાં. સ્વભાવે ઉદાર અને માયાળુ હતા. જીવનમાં સારા સંબંધો અને સારૂ એવું દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું. એમના દેખાવની જેમ એમની રહેણીકરણી પ્રભાવશાળી હતી. 70 વર્ષની વયે તેઓ જનન્તનસીન થયા. ભારતીય કલાના શુધ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિર્ધરોમાં તેમનું નામ ચિ૨સ્મરણીય ૨હશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन