વડોદરાઃ મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેના પતિનો આપઘાત!

News18 Gujarati
Updated: August 28, 2018, 12:23 PM IST
વડોદરાઃ મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેના પતિનો આપઘાત!
આત્મહત્યા કરનાર મુકેશ પરમાર

વડોદરાના વાઘોડિયાના એક ગામમાં મહિલા સરપંચના પતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા

વડોદરાના વાઘોડિયાના એક ગામમાં મહિલા સરપંચના પતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ ગામના પૂર્વ સરપંચ હતા. મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી જેના કારણે પૂર્વ સરપંચે ઝેરી દવા પીને આત્મહત્યા કરી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયાના રસુલાબાદ ગામમાં પરમાર ફળિયામાં રહેતા 34 વર્ષના મુકેશ નગીનભાઈ રોહિત રસુલાબાદ ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ હતા. જોકે, વર્તમાન ગ્રામપંચાયતના સરપંચ કોકીલાબેન તેમનાં પત્ની છે. સોમવારે સરપંચ કોકિલાબહેન અને પૂર્વ સરપંચ મુકેશભાઇ સામે ગ્રામપંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તના પ્રસ્તાવની કાર્યવાહી થવાની હતી.

વાઘોડિયા તાલુકાના વિકાસ અધિકારી, સરપંચ અને ગ્રામ્યપંચાતના સભ્યો એકત્ર થયાં હતાં. ત્યારે મુકેશભાઇએ રસુલાબાથી બે કિલોમીટર દૂર કલરવ કો.ઓ. સોસાયટીની જગ્યાામાં ઝેરી દવા પી લીધી હતી. તેમને પહેલાં જરોદ રેફરલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા

પત્ની સામે થવાની અવિશ્વાસની દરખાસ્તના આઘાતથી જીવાદોરી ટૂંકાવી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે, આ ઘટનામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહી મોકૂફ રાખી હતી.

રસુલાબાદ ગ્રામ પંચાયતના દલિત મહિલા સરપંચ સામાન્ય બેઠક પર જ્યા હતા. મૃતક મુકેશભાઇ વાઘોડિયા તાલુકા ભાજપના એસસી સેલના પ્રમુખ પણ હતા. રાજકીય દબાણ હેઠળ તેમણે આપઘાત કર્યો હોવાની પણ ચર્ચા થઇ રહી છે. બીજી તરફ ગ્રા. પંચાયતના કેટલાંક સભ્યો ત્રણેક મહિનાથી સરપંચની કાર્યવાહીથી નારાજ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
First published: August 28, 2018, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading