ટેરેરિયમ્સ એટલે પોતાના ખાનગી ઇકોસિસ્ટમ સાથે સીલબંધ કન્ટેનરમાં નાનું જંગલ.
વડોદરા શહેરના કૃપાબેન અને રૂચિકભાઈએ ટેરેરીયમ્સ બનાવ્યું છે. આકર્ષિત હોવાને કારણે વેચાણ પણ વધ્યું છે અને વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. આ ટેરેરિયમ્સ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે.
Nidhi Dave, Vadodara: આપણે બગીચા અને જંગલ તો ઘણા જોયા હશે પરંતુ એ જ બગીચા અને જંગલને નાના સ્વરૂપમાં હવે આપણે ઘરમાં અથવા તો ઓફિસમાં પણ રાખી શકીએ છે. તથા ખાસ વાત તો એ છે કે, આ જ નાના જંગલોને આપણે લોકોને ભેટ પણ કરી શકીએ છીએ. આ સાંભળી અને વાંચીને તમે આશ્ચર્યચકિત થયા હશો કે, આવું કેવી રીતે શક્ય છે. જી.. હા, ખાનગી ઇકો સિસ્ટમવાળા જંગલને આપણે હવે ઘરમાં કે ઓફિસમાં રાખી શકીએ છે, જેને ટેરેરિયમ્સ કહેવાય.
કાચનાં બાઉલમાં વૃક્ષ ઉગાડવાનો પ્રયોગ હાથ ધર્યો હતો
વડોદરા શહેરના કૃપાબેન અને રૂચિકભાઈએ ટેરેરીયમ્સ બનાવ્યું છે. એક વર્ષ પહેલા બનાવવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તો એક કાચના બાઉલમાં વૃક્ષો ઉગાડવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. એ નિષ્ફળ જતાં ધીરે ધીરે ટેરેરિયમ શું છે એ સમજી અને કેવી રીતે ખાનગી ઈકો સિસ્ટમ તૈયાર કરી શકાયએ શીખ્યું.
એક વર્ષથી કૃપાબેન અને રૂચિકભાઇ ટેરેરિયમ્સ બનાવી રહ્યા છે. આકર્ષિત હોવાને કારણે વેચાણ પણ વધ્યું છે અને વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. લોકોની પસંદગી જે પ્રમાણેની હોયએ રીતે ટેરેરિયમ્સ બનાવી આપવામાં આવે છે. અને આ ટેરેરિયમ્સ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે.
ટેરેરિયમ્સ શું છે ?
ટેરેરિયમ્સ એટલે પોતાના ખાનગી ઇકોસિસ્ટમ સાથે સીલબંધ કન્ટેનરમાં નાનું જંગલ ( ટેરેરિયમમાં છોડ અને માટી પાણીની વરાળ છોડે છે.
વરાળ પછી કન્ટેનરની દિવાલો પર એકત્ર થાય છે અને જમીનમાં નીચે જાય છે. ટેરેરિયમ્સ સ્વ-પૌષ્ટિક હોય છે, તેથી જ જો સીલ કરેલ હોય તો તેમને થોડી જાળવણીની જરૂર પડે છે).
હાલમાં તેઓ વડોદરા સહિત આખા દેશમાં આ વસ્તુ મોકલી રહ્યા છે. આ ટેરેરિયમ્સને લોકો ભેટ તરીકે પણ આપે છે તથા મોટી કંપનીઓમાં પણ મૂકવામાં આવતું હોય છે. અને ખાસ કરીને ઘરમાં સુંદરતાનો વધારો આ ટેરેરિયમ કરે છે.