Home /News /madhya-gujarat /

Vadodara: કોટણા બન્યું પ્રવાસન સ્થળ, વન ડે પિકનિક માટે લોકોની છે પહેલી પસંદ

Vadodara: કોટણા બન્યું પ્રવાસન સ્થળ, વન ડે પિકનિક માટે લોકોની છે પહેલી પસંદ

વડોદરા

વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું છે.

કોટણા બીચ, વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે. વડોદરા પાસે કોઈ એવું બીચ નથી, જેથી આ નદી કિનારાને જ સહેલાણીઓએ બીચ તરીકેની ઓળખાણ આપી દીધી છે.

    નિધિ દવે, વડોદરા: હાલમાં લોકો રજાઓમાં (Weekends) ઘરે રહેવાને બદલે ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને એવા સ્થળની (Tourist Place) શોધખોળ કરતા હોય જે નજીક પણ હોય અને ફરવાલાયક પણ હોય. હવે તો વન ડે પીકનીકનો ટ્રેન્ડ (One Day Picnic Trend) ચાલી રહ્યો છે. એક દિવસ રજા મળી નથી કે ફરવા નીકળી પડ્યા. તો એવા જ સહેલાણીઓ માટે ખાસ અહીં એક એવી જગ્યાની વાત કરવામાં આવી રહી છે કે, જ્યાં તેઓ વન ડે પીકનીક મનાવી શકે છે.

    નદી કિનારાને જ સહેલાણીઓએ બીચ તરીકેની ઓળખાણ આપી.

    કોટણા બીચ, વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે. વડોદરા પાસે કોઈ એવું બીચ નથી, જેથી આ નદી કિનારાને જ સહેલાણીઓએ બીચ તરીકેની ઓળખાણ આપી દીધી છે. વડોદરાથી કાર અને ટુ વહીલર લઈને જઇ શકાય છે. વડોદરા શહેરની નજીક આવેલું કોટણા ગામ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બન્યું છે. ખાસ કરીને નદી કિનારે કાયકસ રાઈડીંગ માટે વીકએન્ડ પર અહીં હજારો લોકોની ભીડ ઉમટે છે. કોટણા ગામમાં મહીસાગર નદીના તટ પાસે અંદાજિત એકથી દોઢ ક્લિોમીટરની જગ્યામાં કાકિંગ માટે ખૂબ જ સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. વળી, ત્યાં ખાણી - પીણીની ચીજ - વસ્તુઓ પણ સરળતાથી મળી રહે છે.

    આ પણ વાંચો: Indian Air Force માં નોકરીની સુવર્ણ તક, 10મું પાસ કરી શકે છે અરજી

    અંદાજિત દર વીકએન્ડ પર અહીં 5 હજારથી વધુ લોકો ફરવા માટે આવે છે.

    છેલ્લા 8-10 મહિનાથી આ વિસ્તાર પિકનિક સ્પોટ તરીકે ચલણમાં આવ્યો છે. અંદાજિત દર વીકએન્ડ પર અહીં 5 હજારથી વધુ લોકો ફરવા માટે આવે છે. ગામજનો એ અહીં કાયર્કિંગનો વ્યવસાય શરુ કર્યો છે. જેમાં રાઈડર્સને લાઈફ જેકેટ પ્રોવાઈડ કરવાની સાથે તેમની સુરક્ષા માટે તેમની આસપાસ સતત તૈનાત રહે છે. ખાસ કરીને હાલમાં સોશિયલ મીડિયા પર કોટા પિકનિક સ્પોટ તરીકે હાઈલાઈટ થઈ રહ્યું છે. હાલ કોટણા ખાતે વીકએન્ડ પર સમગ્ર રાજ્યમાંથી લોકો આવે છે. તથા ઢળતી સાંજે નદીમાં કાયટિંગ કરવાતી મજા જ કંઈક અનેરી હોય છે.

    આ પણ વાંચો: સુરતમાં ત્રણ જગ્યાએ સ્પા પર દરોડાં, સાત વિદેશી યુવતીઓ સહિત કુલ 41ની ધરપકડ


    અહીં સુર્યાસ્તનો નજારો ખુબ જ અદ્ભુત હોય છે.

    અહીં કોઈ પ્રકારનું ન્યુસન્સ ન ફેલાય માટે ગ્રામજનો હંમેશા તૈનાત રહે છે. અહીં સુર્યાસ્તનો નજારો ખુબ જ અદ્ભુત હોય છે. લોકો ઢળતી સાંજે કાયર્કિંગ તેમજ પ્રિ - વેડિંગ શૂટ માટે વધુ આવે છે. કારણ કે, કાયર્કિંગ એ નોર્થનો કોન્સેપ્ટ છે. જ્યારે ગુજરાતમાં એકમાત્ર કોટણામાં કાયર્કિંગ માટે સુચારું વ્યવસ્થા કરાયેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર