Home /News /madhya-gujarat /

Vadodara: શહેરમાં વાદળછાયુ વાતાવરણથી માવઠાની સંભાવના, ધુમ્મસને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ

Vadodara: શહેરમાં વાદળછાયુ વાતાવરણથી માવઠાની સંભાવના, ધુમ્મસને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ

શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.

શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. જેમાં બે દિવસ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો હતો. તેવામાં આજે સોમવાર સવારથી વાદળછાયુ વાતાવરણ 

    વડોદરા: શહેરના વાતાવરણમાં (Vadodara Weather) એકાએક પલટો આવ્યો. જેમાં બે દિવસ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો હતો. તેવામાં આજે સોમવાર સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. વાદળછાયુ વાતાવરણ હોવાને કારણે કમોસમી વરસાદની (Unseasonal rainfall) શક્યતાઓ દેખાઈ રહી છે. વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.

    વડોદરા શહેરના આકાશ વાદળછાયુ હોવાને કારણે સૂર્યનારાયણ દેવના પણ દર્શન પૂર્ણ રીતે થઈ શકતા નથી. વાદળછાયા વાતાવરણના લીધે એક તબક્કે કમોસમી વરસાદની શક્યતાઓની આગાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આવા હિલ સ્ટેશન જેવા માહોલમાં વડોદરાવાસીઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. તેમાં પણ આ ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું હોવાના લીધે લોકો ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

    આ પણ વાંચો: રાજ્યમાં આજે આ વિસ્તારોમાં માવઠાની આગાહી, બે દિવસ બાદ પડશે કડકડતી ઠંડી

    આજરોજ ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે કારણકે, શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે તથા મહત્તમ તાપમાન 29 ડીગ્રી નોંધાયેલ છે. હવાનું દબાણ 1014.7 મીલીબાર્સ નોંધાયુ હતુ. જયારે ઉત્તર પશ્ચિમ દિશા તરફના પવનની ગતિ કલાકના 4 કિમી નોંધાઇ હતી. નિષ્ણાંતોના મત મુજબ વાદળો હટી ગયા બાદ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. બે થી ત્રણ દિવસ સુધીને મધ્યગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જયારે ત્રીજા દિવસથી મધ્યગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. લોકોએ સાવચેતી રાખવી.

    આ પણ વાંચો: Photos: વડનગરમાંથી મળ્યો 1000થી 1200 વર્ષ પહેલાનો સોલંકી યુગનો બુર્જ

    વડોદરા શહેરમાં આ પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યા કરે છે. તેમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારે ઠંડી, બપોરે ગરમી તથા રાત્રે થીજવી નાખે એવી ઠંડીનો ચમકારો મળતો હોય છે. આ દુકાન હવામાન વિભાગે પણ આગાહી કરેલ છે કે આવનારા અઠવાડિયામાં હજી એક વખત ઠંડીનો ચમકારો મળશે. નવેમ્બર માસથી શહેરીજનોએ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો, તેવો ચમકારો હજી એક વખત અનુભવાશે, તેવી આગાહી કરવામાં આવેલ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર