વેસ્ટન ડિસ્ટર્બન્સના પગલે ઠંડીનો પારામાં આંશિક ઘટાડો થયો છે. આજ સવારથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે અને બપોર થતાં સુધીમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના રહેલી છે. ગઈકાલે ઠંડી અને આજે ગરમી, આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ વડોદરાવાસીઓ તથા આખું ગુજરાત કરી રહ્યું છે.
vadodara news: શહેરનું આજનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. ગઇકાલે પણ શહેરનું તાપમાન ઠંડું રહ્યું હતું પરંતુ આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના પગલે ઠંડીનો પારામાં આંશિક ઘટાડો થયો છે. આજ સવારથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે અને બપોર થતાં સુધીમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના રહેલી છે. ગઈકાલે ઠંડી અને આજે ગરમી, આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ વડોદરાવાસીઓ તથા આખું ગુજરાત કરી રહ્યું છે.
આખું અઠવાડિયું ખૂબ જ ઠંડીનો પ્રકોપ રહ્યો હતો. પરંતુ આજથી શહેરમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડક હોય છે પરંતુ બપોરથી પુષ્કળ પ્રમાણમાં ગરમી વર્તાતી હોય છે. શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હજી પણ ઠંડીનો પ્રકોપ વધશે તેવી સંભાવનાઓ રહેલી છે. તેમાં ખાસ કરીને જાન્યુઆરીના પહેલા અઠવાડિયા બાદ ફરી ઠંડીનો માહોલ સર્જાશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજરોજ શનિવારે પણ શહેરનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે, તેવી સંભાવના રહેલી છે. જેમાં ગઈકાલ શુક્રવારના રોજ શહેર મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને સાંજે 54 ટકા નોંધાયું હતું. નોર્થ વેસ્ટની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને તેની આંશિક અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયા બાદ વાદળછાયું વાતાવરણ રહેશે તેની સંભાવના રહેલી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર