વડોદરા: શહેરમાં પતંગના વેપારીઓ દ્વારા ખાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ સફળતાપૂર્વક વેક્સિનેશનને અભિનંદન પાઠવતી પતંગો છાપવામાં આવી છે. તદુપરાંત ગત વર્ષ કરતા આ વર્ષે પતંગનો ભાવ બમણો થયેલ છે. જેના કારણે વેપારીઓ પણ થોડા ચિંતિત દેખાઈ રહ્યા છે.
તદુપરાંત 75માં આઝાદીકા અમૃત મહોત્સવને લઈને પણ પતંગ ઉપર સિક્કા મારવામાં આવ્યા છે. વડોદરા શહેરના દરેક તહેવારોમાં આઝાદીના 75 વર્ષને લઈને ઉજવણી કરી રહ્યા છે. સંભવિત છે કે વડોદરા શહેર જિલ્લામાં આ વર્ષે 15 કરોડના ખર્ચે ઉતરાયણના પતંગ ઉત્સવ ઉજવાશે. ગેંડીગેટ વિસ્તારના મુખ્ય પતંગ બજારમાં રંગબેરંગી વિવિધ સાઈઝ અને આકારની પતંગો જોવા મળી રહી છે. હોલસેલ વેપારીઓ પાસેથી પતંગ દોરા ચરખા સહિતની સામગ્રીઓ ખરીદવા માંડી છે.
આ વર્ષે તમામ વસ્તુઓના ભાવ વધતાં સ્થાનિક બજારોમાં દોરાનો ભાવ 15 થી 20 ટકા વધ્યો છે. રાજ્યભરના પતંગ બજારમાં 500 થી 5000 વારના હિસાબે દોરા વેચાય છે. શહેરના ગેંડીગેટ, રાવપુરા, રેસ કોર્સ, ઇલોરાપાર્ક, ગોરવા, કારેલીબાગ, માંજલપુર સહિતના વિસ્તારોમાં પતંગો વિચારવા લાગી છે. આ વર્ષે ઓમીક્રોનની દહેશત વચ્ચે પતંગો પર દેશ પ્રેમને લગતા કાર્યો આવરી લેવાયા છે.
કપાસનું ઉત્પાદન ઓછું થતા અને વિકાસ વધતા કંપનીઓને રો મટીરીયલ્સની ઉણપ સર્જાતા બજારમાં માલની સર્જાઈ છે. બજારમાં 250 ગ્રામની સસ્તામાં સસ્તી રીલ રૂપિયા 200 થી 450 સુધી મળે છે. જ્યારે 500 ગ્રામની રીલ રૂપિયા 350 થી 450 સુધી મળે છે. ઇન્ડસ્ટ્રીયલ દોરાની રીલના ભાવ કંપની મુજબ હોય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર