Home /News /madhya-gujarat /Vadodara: મેરેથોન દોડવા જતા પહેલા તમારી કીટ લઈ લેજો! આ સ્થળે થશે કિટનું વિતરણ
Vadodara: મેરેથોન દોડવા જતા પહેલા તમારી કીટ લઈ લેજો! આ સ્થળે થશે કિટનું વિતરણ
મેરેથોનના દોડવીરો બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન પોતાની કીટ મેળવી શકશે...
વડોદરા મેરેથોનની 10મી આવૃત્તિ 8મી જાન્યુઆરી 2023, રવિવારના રોજ યોજાવા જઈ રહી છે, જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. મેરેથોનમાં ભાગ લેનાર રજીસ્ટર્ડ દોડવીરો માટે મેરેથોન કીટનું વિતરણ
Nidhi Dave, Vadodara: વડોદરા મેરેથોનની 10મી આવૃત્તિ 8મી જાન્યુઆરી 2023, રવિવારના રોજ યોજાવા જઈ રહી છે, જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. મેરેથોનમાં ભાગ લેનાર રજીસ્ટર્ડ દોડવીરો માટે મેરેથોન કીટનું વિતરણ "કીટ એક્સ્પો 2023" આગામી 4 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી દરમિયાન ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે યોજાશે.
એમજી વડોદરા મેરેથોનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશ - વિદેશમાંથી દોડવીરો મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન રેકર્ડબ્રેક તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દર વર્ષે રજીસ્ટર્ડ દોડવીરો માટે મેરેથોન કીટ વિતરણ કરવા યોજાતા " કીટ એક્સ્પો 2023 " આ વર્ષે મેરેથોનના મેડિકલ પાર્ટનર એવા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે યોજાશે.
4 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી દરમિયાન બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા દરમિયાન યોજાશે. આ સમય દરમિયાન વડોદરા મેરેથોન માટે રજીસ્ટર્ડ થયેલા દોડવીરો પોતાના જરૂરી દસ્તાવેજો સાથે રાખી પોતાની કીટ મેળવી શકશે.
આ ત્રણ દિવસ દરમિયાન લગભગ એક લાખ જેટલી મેરેથોન કીટનું વિતરણ કરવામાં આવશે. અને આ કીટમાં આકર્ષિત ડિસ્કાઉન્ટની કુપન તથા મેરેથોનમાં ઉપયોગી વસ્તુઓ મુકવામાં આવી છે, જેથી દોડવીરોને પ્રોત્સાહન મળે અને સાથે સાથે મેરેથોનમાં કોઈ મુશ્કેલી ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં આજ સુધી કીટ વિતરણ થયું નહિ હોય, જે આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે.
ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે યોજાનાર \"વડોદરા મેરેથોન કીટ એક્સ્પો 2023\" માટે તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને દોડવીરો સરળતા તેમજ સુવિધાપૂર્વક કીટ મેળવી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કીટ એક્સ્પો થી લઇ રૂટ સહિતની તમામ જાણકારી દોડવીરો મેરેથોનની વેબસાઇટ www.vadodaramarathon.com પરથી પણ મેળવી શકે છે.