Home /News /madhya-gujarat /ધંધુકા હત્યા કેસમાં પાટીલની તીખી પ્રતિક્રિયા- રાજ્ય સરકાર આવી ઘટનાઓને સાંખી લેશે નહીં'

ધંધુકા હત્યા કેસમાં પાટીલની તીખી પ્રતિક્રિયા- રાજ્ય સરકાર આવી ઘટનાઓને સાંખી લેશે નહીં'

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (ફાઇલ ફોટો)

ધંધુકા (Dhandhuka)ના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case) મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R.Patil)એ આકરી પ્રતિક્રિયા આપી છે.

ધંધુકા (Dhandhuka)ના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case) આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Shanghavi)એ પણ કડક પગલા લેવા માટે આદેશ આપી દીધો છે અને આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ગુજરાત ATS (Gujarat ATS)ની ટીમે કેટલાક લોકોની અટકાયત પણ કરી લીધી છે. ત્યારે આજે વડોદરા (Vadodara) શહેરના ન્યુ VIP રોડ ઉપર પેટ્રોલ પંપના ઉદ્ઘાટન સમારંભમાં પહોંચેલા ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil)પણ આ ચકચારી હત્યાના કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરા શહેરમાં પેટ્રોલ પંપના ઉદ્ઘાટન સભારંભમાં જણાવ્યું હતું કે, આવી કોઇ પણ ઘટના રાજ્યમાં ચલાવી લેવામાં આવશે નહીં. કેટલાક લોકો રાજ્યના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર પણ આવી ઘટનાઓને સાંખી લેશે નહીં.

આ પણ વાંચો- Kishan Bharwad case: શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર! સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો

વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ધંધુકામાં કિશનની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આવી ઘટનાઓને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. ત્યા જ સી.આર. પાટીલે PM નરેન્દ્ર મોદીની મહિનાના અંતિમ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં ભાગ લેવાનો આજે વડોદરામાં મોકો મળ્યો તેને લઇ આભાર માન્યો હતો.

આ પણ વાંચો- ધંધુકા Kishan Bharwad murder કેસમાં મોટો ખુલાસો: અન્ય લોકો પણ હતા ટાર્ગેટ પર, 4 મૌલવીઓના પણ નામ આવ્યા સામે

નોંધનીય છે કે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના પુત્ર ધ્રુમિલ મહેતા દ્વારા જીઓ અને બ્રિટીશ પેટ્રોલિયમની ભાગીદારી કંપનીનો ભારતના શહેરોમાં પ્રથમ પેટ્રોલ પંપ વડોદરામાં શરૂ કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: CR patil BJP, Dhandhuka firing case, Gujarat ATS

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन