ઇકો ફ્રેન્ડલી રોકેટ બનાવવામાં 200 થી 300 રૂપિયા જેટલો જ ખર્ચ થયેલ છે.
લાઇટ્સ ઓફ હોપના બાળકોએ ગ્લોબલ વોર્મિંગથી દેશને બચાવવા માટે હવા અને પાણીથી ઉડી શકે તેવું રોકેટ બનાવ્યું છે. તહેવારોના સમયે આપણે ફટાકડા ફોડીને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ ત્યારે આ પ્રકારનું રોકેટ વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવશે.
Nidhi Dave, Vadodara: આ વર્ષે લાઇટ્સ ઓફ હોપના બાળકોએ ગ્લોબલ વોર્મિંગથી દેશને બચાવવા માટે હવા અને પાણીથી ઉડી શકે તેવું રોકેટ બનાવ્યું છે. તહેવારોના સમયે આપણે ફટાકડા ફોડીને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ ત્યારે આ પ્રકારનું રોકેટ વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવશે. આ રોકેટ બનાવવા માટે વેસ્ટ પાણીની બોટલો, 90° ના ચાર યુ.પીવીસીના એલબા, પ્રેસર ગેજ, સાયકલ ટ્યુબનો વાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કોમ્પ્યુટર એન્જિનિયર નંદન જોષી અને મેકેનીકલ એન્જિનિયર હૅમિલ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ હવા અને પાણીનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી રોકેટનું નિર્માણ કર્યુ. અગાઉ પણ ઘણા ઉદ્યોગસાહસિકોએ મળીને આવા ઘણા પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આખું મોડલ તૈયાર કરતા ફક્ત ત્રણ જ કલાકનો સમય લાગ્યો હતો. તમે આ મોડલ તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો. તથા આ ઇકો ફ્રેન્ડલી રોકેટ બનાવવામાં 200 થી 300 રૂપિયા જેટલો જ ખર્ચ થયેલ છે.
શું છે લાઇટ્સ ઓફ હોપ ???
બાળકોમાં છુપાયેલી યોગ્યતાને વિકાસવવાનું કાર્ય શહેરની લાઇટ્સ ઓફ હોપ સંસ્થા છેલ્લા 6 વર્ષથી કરી રહી છે. આ સંસ્થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે. આ સાથે ઇનોવેશન કરવા, સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવા અને ઉદ્યોગસાહસિક બનવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે. સંસ્થાના સ્થાપક સ્મિત વ્યાસે જણાવ્યું કે, અમે 20 સ્વયંસેવકોની ટીમ છીએ અને અમારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અમે ડોનેશન ડ્રાઇવ પણ ચલાવીએ છીએ. અહીં બાળકો માર્ગદર્શક હેઠળ અવનવા ઇનોવેટીવ પ્રોજેક્ટ બનાવે છે. દરેક વંચિત બાળકને શ્રેષ્ઠ જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો મુખ્ય ધ્યેય આશાના લાઇટ્સનો છે.