Home /News /madhya-gujarat /

Vadodara: ખંભાતનું અકીક દેશભરમાં પહોંચશે, વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ થયો સ્ટોલ

Vadodara: ખંભાતનું અકીક દેશભરમાં પહોંચશે, વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ થયો સ્ટોલ

ગ્રામ

ગ્રામ વિકાસ સંઘ વડોદરા દ્વારા પ્રાયોગિક ધોરણે પ્લેટફોર્મ ન.1 પર સ્ટોલ લાગ્યો

Vaodara News : ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વ સુલભ બનાવવા માટે 'વન સ્ટેશન - વન પ્રોડક્ટ ' યોજના શરૂ કરવામાં આવી છે. જેનાથી ભારતીય રેલવે દ્વારા યાત્રા કરનારા યાત્રીઓ લાભ મેળવી શકશે અને વિશ્વ પ્રસિદ્ધ ઉત્પાદનોને ?

વધુ જુઓ ...
    Vadodara News : ભારતીય રેલવે (Indian Railway) દ્વારા આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વ સુલભ બનાવવા માટે 'વન સ્ટેશન - વન પ્રોડક્ટ ' (One Station- One Product) યોજના શરૂ કરવામાં આવી છે. જેનાથી ભારતીય રેલવે દ્વારા યાત્રા કરનારા યાત્રી લાભ મેળવી શકશે અને વિશ્વ પ્રસિદ્ધ ઉત્પાદનોને ખરીદી શકશે. આ યોજનાનું લક્ષ્ય યાત્રિઓને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્થાનિક ઉત્પાદનોને (Local Production) નજીવા ભાવમાં યાત્રિઓને (Travellers) ઉપલબ્ધ કરાવવાનું છે.

    સ્થાનિક ઉત્પાદનો બનાવનારા કલાકારો બનશે આત્મનિર્ભર

    સ્થાનિક ઉત્પાદનો બનાવનારા કલાકારોને લાભ અપાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ માટે વડોદરા સ્ટેશન પર ગ્રામવિકાસ સંઘ - વડોદરા પ્રાયોગિક ધોરણે પ્લેટફોર્મ નં. 1 ઉપર સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ખંભાત વિસ્તારના વિશ્વ પ્રસિદ્ધ અકીક ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સ્ટોલની પ્રાયોગિક ધોરણે આગામી 15 દિવસો માટે રૂ.500 ના મામુલી ટોકન મની પર ફાળવણી કરવામાં આવી છે.સ્ટેશન પર અકીકની વસ્તુઓ રૂ. 50 થી લઈને રૂ. 2000 સુધીની મળે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ખંભાત, રેલવે, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन