Home /News /madhya-gujarat /

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક કેવડિયાને ‘એકતાનગર’ તરીકે નામ બદલવાનું કાર્ય પૂર્ણ

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક કેવડિયાને ‘એકતાનગર’ તરીકે નામ બદલવાનું કાર્ય પૂર્ણ

કેવડિયા SOU થકી એકતા અને ભારતની અખંડિતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

શહેરથી 85 કિલોમીટરના અંતરે આવેલા કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે. જે એકતા અને અખંડિતતાનું સ્વરૂપ છે. તો આ કેવડિયાના રેલવે સ્ટેશનનું નામ બદલાયું છે. 

    વડોદરા: શહેરથી 85 કિલોમીટરના અંતરે આવેલા કેવડિયા (Kevdiya) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) આવેલ છે. જે એકતા અને અખંડિતતાનું સ્વરૂપ છે. તો આ કેવડિયાના રેલવે સ્ટેશનનું નામ બદલાયું છે. કેવડિયા વિશ્વફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને તેને સંલગ્ન 37 પ્રોજેક્ટોથી એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે અંકિત થયા બાદ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતાનગર કરાયું હતું.

    જે બાદ હવે કેવડીયાનું નામકરણ પણ એકતાનગર કરવાની કાર્યવાહી અને કામગીરી પુરજોશમાં આરંભી દેવાઈ છે. આદિવાસી નર્મદા જિલ્લાના સૌથી મહત્વના અને વિશ્વવિખ્યાત સ્થળ કેવડિયા વર્ષોથી નર્મદા ડેમ માટે જાણીતું હતું. વર્ષ 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થયું એટલે વિશ્વની સૌથી વિરાટ 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાથી કેવડિયા એકતાનું પ્રતીક બની ગયું. કવેડિયામાં SOU સાથે અન્ય 37 પ્રકલ્પોનું પણ આકર્ષણ અને દેશની પેહલી ગ્રીન સિટી જાહેર કરાતા આજે દેશ અને દુનિયામાં કેવડિયા SOU થકી એકતા અને ભારતની અખંડિતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

    કેવડિયા હવે એકતાનગરી તરીકે પ્રચલિત થઈ ગયું છે. કેવડીયાના રેલવે સ્ટેશનનું નામકરણ એકતા નગર કરી દીધા બાદ કેવડિયાનું નામ પણ એકતાનગર કરવાની કાર્યવાહી અને કામગીરી કેન્દ્ર અને રાજ્યના આદેશો મુજબ આગળ વધી રહી છે. હાલમાં જ સરદાર સરોવર નર્મદા નિગમના MD અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ એક પત્ર દ્વારા વવિધ વિભાગોને કેવડીયાના સ્થાને એકતાનગરના બોર્ડ અને સાઈનબોર્ડ કરવા સૂચના આપી હતી.



    આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ: કાળો જાદુ કરાવ્યાની Audio clip viral થતા મહિલા કોર્પોરેટર 'ગાયબ

    ગુજરાત સરકારે 20 ડિસેમ્બર 2021 ના GAD ઠરાવ નંબર MIS 102021-GOI-23-GH.1 દ્વારા ગામ “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતાનગર રેલવે સ્ટેશન” કર્યું છે. જેથી વડોદરાથી ફોર-લેન રોડ પર અને રાજપીપળા વગેરેથી અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈનેજ, હોર્ડિંગ્સ વગેરેમાં આ ફેરફારનો સમાવેશ કરવા માટે સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને જરૂરી નિર્દેશો જારી કરવા જણાવાયું હતું.

    આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ: કાળો જાદુ કરાવ્યાની Audio clip viral થતા મહિલા કોર્પોરેટર 'ગાયબ

    આ પરિપત્રને લઈને કેવડિયા વિસ્તારમાં નર્મદા નિગમ અને SOU સત્તામંડળ દ્વારા જે ઇલેક્ટ્રિક ડીઝીટલ સ્ક્રીન બોર્ડ છે તેના પર એકતા નગરમાં આપનું હાર્દિક સ્વાગત છે નું લખાણ ડિસ્પ્લે કરી દેવાયું છે. કેવડિયા SOU સત્તામંડળની મુખ્ય વહીવટી કચેરી પર પણ એકતા નગર વહીવટી સંકુલ નામ લગાવી દેવામાં આવ્યું છે.હવે માર્ગ મકાન વિભાગ, એસ.ટી.નિગમ સહીત કેવડિયા જતા સાઈન બોર્ડ એકતા નગરના બદલાશે, કેવડિયા આવનારી બસોના બોર્ડ પણ આગામી સમયમાં એકતાનગર કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन