ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ ઘ્વારા (Gujarat forest department) વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.
vadodara news: ગુજરાત રાજ્યમાં અબોલ પશુઓ માટે (Animals) સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (karuna ambulance) (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે.
દર વર્ષની જેમ આ વખતે પણ તા. 10 જાન્યુઆરી થી તા. 20 જાન્યુઆરી - 2022 દરમિયાન વડોદરાના શહેરના (vadodara news) વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાનના થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ ઘ્વારા (Gujarat forest department) વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.
એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે, તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે.
વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા અત્યાર સુધીમાં 24,841 બિનવારસી અને બિન માલિકીના પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાના (MVD) ની કુલ૧૭ એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. જેમાં માલિકીના 81, 894 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી.
ફરતા પશુ દવાખાના દ્વારા શિડ્યૂલ વિઝીટ દરમિયાન- 78270, ઇમરજેંસી દરમિયાન- 3624 મળીને કુલ 81,894 પશુઓની સારવાર કરવામાં આવી છે. પશુ દીઠ વર્ગકરણ કરીએ તોગાય- 26609, ભેંસ - 41911, કુતરા-3390,બકરી-8995, ઘેટાં-128, ઊંટ- 30,ઘોડા-205, બિલાડી-88, કબૂતર-103 અનેગધેડા-171 ની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે. આ સિવાય અન્ય પશુ અને પક્ષીઓનો પણ જીવ બચવામાં કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાનો સિંહ ફાળો રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર