Home /News /madhya-gujarat /

Vadodara: જિલ્લાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા બિલાડીની સર્જરી કરી જીવ બચાવાયો

Vadodara: જિલ્લાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા બિલાડીની સર્જરી કરી જીવ બચાવાયો

કૂતરાએ બિલાડી પર મારી નાખવાના ઇરાદે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી

આવી હાલતમાં લોહીથી લતપત હાલતમા એક સ્થાનિક સેવાભાવી વ્યક્તિએ 1962 પર કોલ કરીને બોલાવી હતી. વાયુ વેગે 1962 એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.

    વડોદરા: અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સંજીવની અને જીવાદોરી ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) ઘ્વારા શનિવારે સલાટવાડા વિસ્તારમાં એક બિલાડી સવારે કુતરાની ઝાપટમાં આવી ગઈ હતી અને કુતરા એ તેને લગભગ મારી નાખવાના ઈરાદાથી તેના પેટ અને ગળાના ભાગમાં ખૂબ ઈજાઓ પહોંચાડી હતી.

    આવી હાલતમાં લોહીથી લતપત હાલતમા એક સ્થાનિક સેવાભાવી વ્યક્તિએ 1962 પર કોલ કરીને બોલાવી હતી. વાયુ વેગે 1962 એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. બિલાડીના પેટના ભાગના આંતરિક અવયવો જેવા કે આંતરડું પણ બહાર આવી ગયું હતું. આવી હાલતમાં ડો.ચિરાગ પરમાર સાથે પાયલોટ ધર્મેન્દ્ર સિંહ મળીને ડો. ચિરાગે ત્યાં જ બિલાડીની જરૂરી સર્જરી કરીને બિલાડીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.

    કરુણા એમ્બ્યુલન્સ 1962 ઘ્વારા અત્યારે સુધીમાં 24,841 બિનવારસી અને બિન માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. મૂંગા પશુ પક્ષીઓ કે જે બોલી શકતા નથી કે કોઈને કહી શકતા નથી. તો એવામાં એ લોકોને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે માણસે જ તેમનો સાથ આપી, તેમની સારવાર કરાવવાની એક નૈતિક જવાબદારી હોય છે. અને હમણાં તો ખાસ પશુ-પક્ષીઓની કાળજી રાખવી જોઈએ કારણ કે, ઉત્તરાયણના સમયમાં પતંગ ચગાવતી વખતે દોરામાં પક્ષીઓ આવી જતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જતું હોય છે. તો આ સમયે 1962 કરુણા એમ્બ્યુલન્સને બોલાવી ને એક મૂંગા પક્ષીઓનો જીવ બચાવવો એ આપણી ફરજમાં આવે છે.

    આ પણ વાંચો: Surendranagar news: ચોટીલા આંગડીયા પેઢીના માલિક સાથે રૂ. 79 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

    ઉત્તરાયણમાં તો ખાસ એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે, તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પશુ- પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર