Vadodara news - રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતા પશુ દવાખાનાએ અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવ્યા
વડોદરા: રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણના પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા. 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન (Karuna Abhiyan)હાથ ધરવામાં આવ્યું છે. જે અબોલ પક્ષીઓ છે તેમની તો ખાસ આ પ્રકારે સારવાર જરૂરી છે.
આ અભિયાન હેઠળ વડોદરા (Vadodara)શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા હતા. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામાં જોડાઈ હતી. હાલમાં ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે, તેવામાં વડોદરા શહેર ખાતે કરુણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.
આ સેવાઓ દ્વારા ઉત્તરાયણના (Uttarayan)દિવસે 22 પક્ષી અને 52 જેટલા પશુઓ સહિત શહેર જિલ્લામાં કુલ 38 પક્ષીઓની સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું છે. જ્યારે કુલ 247 પશુઓની પણ સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ મેનેજર જૈમિન દવેએ જણાવ્યું છે. ઉતરાયણના પર્વ એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહી કબૂતર, કાબર અને ઘુવડ જેવા ઘાયલ પક્ષીઓની નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરી અબોલ પક્ષીઓનો અમૂલ્ય જીવ બચવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગયા વર્ષે રાજ્યમાં કુલ 9094 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી 8347 પક્ષીઓને સારવાર કરીને છોડવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે કરુણા અભિયાન દરમિયાન 700 થી વધારે પક્ષી નિદાન કેન્દ્ર, 620થી વધારે ડોકટર, તથા 6000 થી વધારે સ્વયંસેવકોને કાર્યરત રાખીને પક્ષી બચાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર