Home /News /madhya-gujarat /

Vadodara news: ઇન્દીરાનગર ઝુંપડપટ્ટીમાં થતું હતું ગેરકાયદે ગાંજાનું વેચાણ, મહિલા ઝડપાઈ

Vadodara news: ઇન્દીરાનગર ઝુંપડપટ્ટીમાં થતું હતું ગેરકાયદે ગાંજાનું વેચાણ, મહિલા ઝડપાઈ

વડોદરા પોલીસ "મિશન ક્લીન વડોદરા, નશા મુક્ત વડોદરા" ના અભિગમ સાથે આગળ વધી રહી છે

Vadodara crime news: વડોદરા શહેરની પોલીસ (vadodara city police) આ તમામ બનાવોને રોકવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. દિવસ-રાત જાગીને તમામ ગુનેગારોને પકડીને સજા ફટકારવામાં આવે છે.

    Vadodara news: વડોદરા શહેર એક સંસ્કારી નગરી કહેવામાં આવે છે. તેવી નગરીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ઘણા દુષ્કર્મને (rape case) લગતા બનાવો બની રહ્યા છે. તથા ચોરી, લૂંટફાટ, ગેરકાનૂની વસ્તુઓનું વેચાણ જેવી બાબતો પણ ઘણી વધી રહી છે. વડોદરા શહેરની પોલીસ (vadodara city police) આ તમામ બનાવોને રોકવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. દિવસ-રાત જાગીને તમામ ગુનેગારોને પકડીને સજા ફટકારવામાં આવે છે.

    વડોદરા શહેરમાં વડોદરા પોલીસ દ્વારા સંસ્કારી નગરી વડોદરામાં યુવાનો નશાની આદતમાંથી મુક્ત રહે તેવા સંકલ્પ સાથે "મિશન ક્લીન વડોદરા, નશા મુક્ત વડોદરા" ના અભિગમ સાથે આગળ વધી રહી છે. તેમાં ખાસ વડોદરા પોલીસ કમિશનર દ્વારા પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરનાર ઈસમોની શોધી કાઢી અસરકારક કામગીરી કરવાની સુચના આપવામાં આવેલ છે.
    વડોદરા પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-4 તથા મદદનીશ પોલીસ કમિશનરના કડક સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેકટર વી.એન.મહિડા તથા પો.સ.ઇ. કે.યુ. ચૌધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા.

    તે દરમ્યાન અ.હે.કો. હરપાલસિંહ ગોવિંદસિહના અગંત બાતમીદારથી બાતમી મળેલ કે, શેરબાનુ તે ઉસ્માનભાઇ રસુલભાઇ શેખની દિકરી, જે કે.જી.એન. બેકરીની બાજુમા, ઇન્દીરાનગર ઝુંપડપટ્ટી, કારેલીબાગ ખાતે રહે છે. તેના ઘરે માદક પદાર્થ ગાંજાનું છુટકમાં વેચાણ કરી રહી છે. તથા તેણીએ પોપટી કલરની આછા કાળા કલરની લાઇનીંગ વાળી કુર્તી તથા સફેદ ભુરા કલરના ફુલવાળી ભુરા કલરની સલવાર પહેરેલ છે. આ બાતમી હકિકત આધારે તપાસ કરી સદરી ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 ( સી ), 20 ( બી ), 29ની કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આગળ ની તપાસ હાલ ચાલુ છે.

    તથા શેરબાનુનો સાથીદાર ફતેહમોહમદ ઉસ્માનભાઇ શેખ વોન્ટેડ છે. જે તેની સાથે જ ઇન્દીરાનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. આરોપી પાસેથી (1) માદક પર્દાથ ગાંજો 613 ગ્રામ રૂ. 6130 (2) વીવો કંપનીનો 2G મોડલનો આસમાની કલરનો મોબાઇલ ફોન મળી આવેલ હોય જેની રૂ. 5000 ગણી શકાય (3) રોકડા રૂ. 4500 મળી કુલ રૂ. 15630નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime case, Vadodara City, Vadodara POLICE

    આગામી સમાચાર