વડોદરા : પત્નીને ભરણપોષણ નહીં આપતા NRI પતિને 50 મહિનાની કેદ

News18 Gujarati
Updated: November 20, 2019, 11:00 AM IST
વડોદરા : પત્નીને ભરણપોષણ નહીં આપતા NRI પતિને 50 મહિનાની કેદ
પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા એનઆરઆઈ પતિ સામે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અદાલતે પતિને 50 મહિનાની કેદની સજા કરી છે.

પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા એનઆરઆઈ પતિ સામે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અદાલતે પતિને 50 મહિનાની કેદની સજા કરી છે.

  • Share this:
વડોદરા : પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા એનઆરઆઈ (NRI) પતિ સામે પત્નીએ કોર્ટમાં (court) અરજી કરી હતી. જેમાં અદાલતે પતિને 50 મહિનાની કેદની સજા કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 'સુશેન તરસાલી રીંગ રોડ પરથી સોસાયટીમાં રહેતી કામિની નામની યુવતીનાં લગ્ન એનઆરઆઈ વિરલ જગદીશભાઇ પટેલ સાથે થયા હતાં. વિરલભાઇનું મૂળ વતન કરમદ છે. લગ્નનાં થોડા જ સમયમાં પતિ પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા થતાં રહ્યાં હતાં. જેથી પત્નીએ કંટાળીને પતિ સાથે છૂટાછેડા લેવા માટે પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવાની અરજી કરી હતી. જે અંગે કોર્ટે નવેમ્બર, 2017માં પતિને હુકમ કર્યો હતો કે, તે દરમિહિને પત્નીને 25 હજારનું ભરણપોષણ ચૂકવે.'

આ પણ વાંચો : સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ

આ ઉપરાંત પત્નીએ અન્ય પણ અરજી કરી હતી. જેમાં અરજીની તારીખ ઓક્ટોબર, 2013થી હુકમ થયાની તારીખ નવેમ્બર, 2017 સુધીનાં 50 મહિનાનું ભરણપોષણ મેળવવા માટે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પતિએ 12.50 લાખ રૂપિયા આપવાનાં થાય છે. આ કેસની સુનાવણીમાં પતિ કે તેનો પરિવાર હાજર થયો ન હતો. આ સાથે વોરંટની બજવણી ટાળતા હતા. જેના કારણે અદાલતે પતિને 50 મહિનાની બાકીની રકમ પેટે 50 મહિનાની કેદની સજા કરી છે.

આ પણ વાંચો : સુરતમાં સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત, એક બાળક ગંભીર

જુઓ વીડિયો : 
First published: November 20, 2019, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading