Valsad news: વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. વડોદરા શહેરમાં વસતા શહેરીજનો ખુબ લાગણીશીલ અને એકબીજા પ્રત્યે આદરભાવ ધરાવતા લોકો છે. માણસોના જન્મદિવસ ઉજવાતા (birth day celebration) આપણે જોતા જ હોઈએ છે. પરંતુ વડોદરા શહેરમાં એક બગીચાનો પણ જન્મ દિવસ ઉજવવામાં આવતો હોય છે. જેમાં આજરોજ વડોદરા શહેરના કમાટીબાગ જે સયાજી બાગ (Kamatibagh Sayaji Bagh) તરીકે પણ ઓળખાય છે. તેને આજે 143 વર્ષ પૂર્ણ થયા. આજે કમાટીબાગનો સ્થાપના દિન છે.
વડોદરાનો શ્વાસ એટલે કમાટીબાગ. આજે 143 વર્ષ પૂર્ણ થયા છે. વડોદરા અને સૌ નાગરિકોને આનંદ આપતો આ બગીચો છે. વિશ્વામિત્રીને કિનારે મહારાજા સયાજીરાવે 1879ની સાલમાં એટલે કે આજથી લગભગ 143 વર્ષ પહેલાં 113 એકર જમીનમાં બનાવ્યો. જે આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમુલ્ય ભેટ છે.
સયાજીબાગ રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં જતાં કાળા ઘોડા સર્કલ પાસે આજે 113 માંથી આજે લગભગ 82 એકર જમીનમાં ફેલાયેલો શહેરનો જુનામાં જુનો બગીચો છે. આજે શહેરની આ અમૂલ્ય ભેટને 143 વર્ષ પૂર્ણ થતાં અમો કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરી હતી, અમી રાવત, વિપક્ષી નેતા એ કહ્યું.
આ બાગમાં પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ ઉપરાંત ખાસ આકર્ષણ ગણીએ તો જમીન પર બનેલ આશરે 12 ફૂટ ઘેરાવવાળી ફ્લોરલ ક્લોકતેમજ ટોય ટ્રેન (ફક્ત 2 ફૂટ ઊંચાઈ ધરાવતી, 10 ઇંચ પહોળા ટ્રેક પર ચલતી બાળકો માટેની આ ખાસ ટ્રેન)હતી. એની જગ્યાએ બીજી સુંદર જોય ટ્રેન છે.
સયાજીબાગમાં ઘણા દુર્લભ ફુલ, છોડ અને ઝાડ છે. જે બીજે ભાગ્યે જ જોવા મળી શકે. એ સમયના પ્રમાણમાં શાંત વડોદરામાં કમાટીબાગ ગમે તેવા માનસિક તણાવ લઈને આવેલ માણસને પણ પળભર બધુ ભૂલાવીને પ્રકૃતિમાં ખોવાઈ જતો કરી દે તેવો હતો. આ કમાટીબાગમાં જ મ્યુઝિયમથી ઝૂ તરફ જવાને રસ્તે ઘટાદાર વૃક્ષોની છાયામાં સામે વિશ્વામિત્રીનો કિનારો દેખાય છે
ભલે ઝૂ-પ્રાણી સંગ્રહાલયનાં પશુ-પંખી તેમજ સરિસૃપ સૃષ્ટિનાં પ્રાણીઓ જોતાં ખૂબ આનંદ આવે. 1879માં કમાટીબાગના સર્જન થયા બાદ એવું જ બીજું અદ્દભુત સર્જન કમાટીબાગની અંદર ઊભુ થયું હતું તે મ્યુઝિયમ.મહારાજ સયાજીરાવ ત્રીજાના આદેશ પર ઇ.સ. 1894માં આ મ્યુઝિયમ બન્યું પણ એની પીક્ચર ગેલેરી બનવાની શરૂઆત ઇ.સ. 1908માં થઈ જે કામ ઇ.સ.1914માં પૂરું થયું.
જો કે મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ઇ.સ. 1921માં આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલા કારણ કે પ્રથમ વિશ્વયુધ્ધના કારણે ગેલેરીમાં મૂકવા માટે યુરોપમાંથી ભેગા કરેલ નમુનાઓ પહોંચઆ મ્યુઝિયમમાં ઈજીપ્તની મમીથી રૂબરૂ થયો. માનવજાત અને એની વિવિધ સંસ્કૃતિઓમાં ઈજીપ્તની નાઇલ નદીના કિનારે પાંગરેલ સંસ્કૃતિનું વિશિષ્ઠ મહત્વ છે.
એ જમાનામાં કોઈપણ પ્રકારનાં યાંત્રિક સાધન વગર આવા મોટા પિરામિડ કઈ રીતે ઊભા થયા હશે તેનો સાચો જવાબ તો આજે પણ કોઇની પાસે નથી. આ પિરામિડમાં વિશિષ્ટ રસાયણો ભરીને શબપેટીમાં જાળવી રાખેલ શબ તે મમી. તે જમાનમાં પણ માણસનું શરીરવિજ્ઞાન તેમજ રસાયણ શાસ્ત્ર વિષેનું જ્ઞાન કેટલું અદ્દભુત હશે તેનું ઉદાહરણ આ મમી પૂરું પાડે છે.
આવી જ બીજી વિશિષ્ટ અજાયબી ત્યાં સંગ્રહાયેલું બ્લૂ વ્હેલનું હાડપિંજર હતી. નાનપણમાં શાર્ક, વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીની વિવિધ જાતિ-પ્રજાતિઓ વિષે વાંચેલું. વ્હેલ એ દરિયાઈ મગરમચ્છ છે. એના હાડપિંજર પાસે ઊભા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે વ્હેલ ખરેખર કેટલું વિશાળકાય પ્રાણી છે.
આ ઉપરાંત કલા, શિલ્પ તેમજ સ્થાપત્યના આકર્ષક નમુનાઓ, ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર તેમજ માનવ સંસ્કૃતિના વિકાસનાં વિવિધ પાસા આલેખતા આ મ્યુઝિયમમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ગાયકવાડી, યુરોપિયન અને મોગલકાળના સંસ્કૃતિ તેમજ કલા વારસાનો ત્રિવેણી સંગમ એટલે આ મ્યુઝિયમ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર