લખનૌના કલ્લુભાઈ વડોદરાના મહારાજાને મળવા આવ્યા હતા.બાદ વડોદરાને કર્મભૂમિ બનાવી હાથથી દોરો માંઝવાની શરૂઆત કરી હતી. કલ્લુભાઈના હાથથી માંઝેલો દોરો સૌથી ઘાતક હોવાનું મનાય છે. હાલ 10 લોકો હાથથી દોરો માંઝવાનું કામ કરે છે.
Nidhi Dave, Vadodara: વડોદરાની એક આગવી ઓળખ એટલે ઉત્તરાયણ. વડોદરામાં ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. શહેરીજનોએ પતંગ અને દોરાની ખરીદી શરૂ કરી દીધી છે. એમાં પણ ઉત્તરાયણમાં ખાસ કરીને સૌથી મહત્વનો હોય છે માંજો. એટલે પતંગ રસિયાઓ પહેલેથી જ દોરા સુતાવા આપી દે છે.
છેલ્લા 70 વર્ષથી વડોદરામાં દોરો હાથથી સૂતે
પતંગ રસિયાઓ પતંગ અને દોરા લેવા બજારોમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં મશૂહર લખનવી હાથ માંઝો એટલે કે લખનવી દોરાનો પતંગ રસિયાઓમાં ભારે ક્રેઝ છે.
નવાબી શહેર લખનવના કલ્લુભાઈ અને તેમનો પરિવાર છેલ્લા 70 વર્ષથી વડોદરામાં દોરો હાથથી સૂતે છે.
લખનવી કલ્લુભાઈ અહીં વડોદરાના મહારાજાને મળવા આવ્યા હતા. ત્યારબાદ વડોદરાને કર્મભૂમિ બનાવી હાથથી દોરો માંઝવાની શરૂઆત કરી હતી.
કલ્લુભાઈ રોજની 250 રીલ માંઝે છે
કલ્લુભાઈનો હાથથી માંઝેલો દોરો સૌથી ઘાતક હોવાનું મનાય છે. ઉત્તરાયણમાં પતંગના પેચ કાપવાની મજા પતંગ રસિયાઓ કાઉલ્લુભાઈના દોરાથી માણે છે. સમય જતા કલ્લુભાઈના દોરાની માંગ વધીએ સાથે જ હાલ 10 લોકો હાથથી દોરો માંઝવાનું કામ કરે છે.
રોજની 250 રીલ માંઝે છે. ફક્ત એટલું જ નહીં, અહીં લોકો દૂર દૂરથી દોરો સુતાવા માટે આવે છે. કલ્લુભાઈ વડોદરા શહેરના સલાટવાળા વિસ્તાર ખાતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.