કાળી ચૌદશ ખાસ કરીને મહાકાળી માતાનો દિવસ છે, તો આ દિવસે ખાસ તાંત્રિક લોકો મહાકાળી માતાનું પૂજન કરતા હોય છે. તાંત્રિકો એમને મળેલ શક્તિને રિચાર્જ કરતા હોય છે.
વડોદરાઃ દિવાળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, તો આજ રોજ કાળી ચૌદશ છે. કાળી ચૌદશના દિવસનો ઘણો મહિમા છે. કાળી ચૌદશ ખાસ કરીને મહાકાળી માતાનો દિવસ છે, તો આ દિવસે ખાસ તાંત્રિક લોકો મહાકાળી માતાનું પૂજન કરતા હોય છે. તાંત્રિકો એમને મળેલ શક્તિને રિચાર્જ કરતા હોય છે. જો આપણે સામાન્ય માણસની વાત કરીએ તો, તો લોકોના રોજિંદા જીવનમાં ઘણી ઉથલપાથલ થતી હોય છે, તો તેવામાં સામાન્ય લોકો તાંત્રિક શક્તિનો ઉપયોગ નથી કરતા પરંતુ, આજના દિવસે મહાકાળી માતાને લીંબુ અર્પણ કરતા હોય છે.
લીંબુ એ મુંડનું પ્રતીક છે. મુંડ એટલે માથું. મહાકાળી માતાને અનિષ્ઠોના માથા વધુ પસંદ છે. તેથી લોકો આજના દિવસે મહાકાળી માતાને લીંબુ અર્પણ કરતા હોય છે. લીંબુ અર્પણ કરવાથી માતાજી ભક્તો પર પ્રસન્ન થાય અને તેમનું અને પરિવારનું રક્ષણ કરતા હોય છે. માંડવી ખાતે આવેલ મહાકાળી માતાનું મંદિર 90 વર્ષ જૂનું છે. કાળી ચૌદશના દિવસે અહીંયા 1000 કિલો જેટલા લીંબોનો ચડાવો થતો હોય છે.