Home /News /madhya-gujarat /Vadodara: જૂહી પટેલને ફૂડ બ્લોગર ઓફ ધ ઈયરનો અવૉર્ડ, આવી રીતે લોકોને કરે છે માહિતગાર

Vadodara: જૂહી પટેલને ફૂડ બ્લોગર ઓફ ધ ઈયરનો અવૉર્ડ, આવી રીતે લોકોને કરે છે માહિતગાર

X
જુહી

જુહી એ 300થી વધુ રેસ્ટોરન્ટ, બ્રાન્ડસ અને ફૂડ જોઈન્ટ્સની મુલાકાત લીધી છે.

સુરતમાં યોજાયેલા SIBA ઍવૉર્ડસમાં વડોદરાની જુહીને ફૂડ બ્લોગર ઓફ ધ યરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતના બ્લોગર્સ, ઇન્સ્યૂએન્સર અને સોશિયલ મીડિયા એજન્સીએ ભાગ લીધો હતો. જેઓને 22 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
Nidhi dave, Vadodara: ખાવો, પિવો અને જલસા કરોની ફિલોસોફી સાથે જીવતા યુવાનો હાલમાં ખાવાનું ખાઇને તેના રિવ્યૂ પોસ્ટ કરીને કમાણી કરી રહ્યા છે. આવા સમયે સુરત ખાતે યોજાયેલા SIBA ઍવૉર્ડસમાં શહેરની જુહીને ફૂડ બ્લોગર ઓફ ધ યરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે વિશે માહિતી આપતા શહેરના વાસણા વિસ્તારમાં રહેતી જૂહી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં હું ( @joohiie ) નામથી ઈન્સ્ટાગ્રામ ઉપર શહેરના લોકોને સારા રેસ્ટોરેન્ટ અને કાફે વિશે જાણકારી આપુ છું.

300થી વધુ રેસ્ટોરન્ટ, બ્રાન્ડસ અને ફૂડ જોઈન્ટ્સની મુલાકાત લીધી

અત્યાર સુધી જુહી એ 300થી વધુ રેસ્ટોરન્ટ, બ્રાન્ડસ અને ફૂડ જોઈન્ટ્સની મુલાકાત લીધી છે. તેણીના રિવ્યૂમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેણી ફક્ત સારા ફોટો જ નથી બતાવતી, પણ સાથે સાથે જગ્યાની ખાસિયત, વાતાવરણ અને મુલાકાતનો અનુભવ પણ વર્ણવે છે. સુરત ખાતે યોજાયેલા ઍવૉર્ડ ફંક્શનમાં જુહીની પ્રોફાઇલના ઓવરઓલ પર્ફોમન્સ, કન્ટેન્ટનું પ્રેઝન્ટેશન, રિવ્યૂઝ અને ઇન્ફોર્મેશનને ધ્યાનમાં રાખીને જુહીને ફૂડ બ્લોગર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

22 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો

આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતના બ્લોગર્સ, ઇન્સ્યૂએન્સર અને સોશિયલ મીડિયા એજન્સીએ ભાગ લીધો હતો. જેઓને 22 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. અત્યારે હાલ યુવાનોમાં આ ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. યુવાનોમાં એક રોજગારી પ્રાપ્ત કરવાની આ નવી તક ઊભી થઈ છે. આ એક ખૂબ સારી વાત કહેવાય કે, યુવાનોએ પોતાની પસંદગીની રોજગારી પ્રાપ્ત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.
First published:

Tags: Award, Fast food, Local 18, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો