Home /News /madhya-gujarat /

Job Update: ઓફીસ બીકોનમાં કાર્ય કરવાની તક, જુઓ કેવી રીતે કરી શકાય છે એપ્લાય

Job Update: ઓફીસ બીકોનમાં કાર્ય કરવાની તક, જુઓ કેવી રીતે કરી શકાય છે એપ્લાય

કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક એપ્લાય કરી શકે છે 

વડોદરા શહેરના ઓફીસ બીકોન (Office Beacon) એ આપના માટે રોજગારીની તક ખુલ્લી મુકેલ છે. જો આપ Office Beacon માં કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોવ તો આ એક ખુબ સારી તક છે. ઇન્ટરવ્યૂ માટે બે દિવસ ફાળવેલા છે,

    Job Update: વડોદરા શહેરના ઓફીસ બીકોન (Office Beacon) એ આપના માટે રોજગારીની તક ખુલ્લી મુકેલ છે. જો આપ Office Beacon માં કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોવ તો આ એક ખુબ સારી તક છે. ઇન્ટરવ્યૂ માટે બે દિવસ ફાળવેલા છે, તારીખ 20 અને 21 જાન્યુઆરી, સવારના 10:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી.

    Office Beacon એ ફૂલ ટાઈમ જોબ બહાર પાડેલ છે. જેમાં ખાસ રાત્રે પણ કામ કરવા માટે તૈયારી દાખવવી પડશે. Office Beacon ને સ્નાતક અથવા તો અનુસ્નાતક થયેલ હોય તેવા ઉમેદવારો જઈએ છે. જે અહીંયા કાર્ય કરવા માટે ઇચ્છુક હોય, તો હમણાં જ આ નંબર પર સંપર્ક કરો: 8401181168 /0265-2525300

    લાયકાત: કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક હોય અને ખાસ કરીને અંગ્રેજી સમજી શકે અને લખી, વાંચી શકે એવા ઉમેદવારોને જોબ માટે એપ્લાય કરી શકે છે.

    આ પણ વાંચો: Gandhinagar news: રાજ્ય સરકારના 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

    સમય: અઠવાડિયાના પાંચ દિવસ કામ કરવાનું રહેશે. ઉમેદવારે રાત્રે પણ કામ કરવા માટે તૈયારી દાખવવી પડશે.

    પોસ્ટ: 1. ગ્રાફિક આર્ટિસ્ટ - જેના માટે એકથી બે વર્ષનો અનુભવ તદુપરાંત ગ્રાફિકના સોફ્ટવેર જેવા કે, ઇલસ્ટ્રેટર, કોરલ ડ્રો, ફોટો શોપ આવડતું હોવું જોઈએ. ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે.

    2. ઈ-મેઈલ મેનેજમેન્ટ - ઈ મેઈલ કમ્યુનિકેશનનો અનુભવ હોય તો ઘણું સારું રહેશે.

    3. ઓર્ડર  મેનેજમેન્ટ/ ઓર્ડર એન્ટ્રી એક્ઝિક્યુટિવ-કોઈપણ પ્રકારની ડેટા એન્ટ્રી કરવાનો અનુભવ હોવો અનિવાર્ય છે.

    આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે તંત્ર હરકતમાં: ધન્વંતરિ હોસ્પિટલ ફરી શરૂ કરવા કવાયત

    જગ્યા: વડોદરા શહેરમાં વાસણા ભાયલી રોડ ખાતે આવેલ હરિભક્તિ રાણેશ્વર ભવન, ડિ માર્ટની નજીક ઓફિસ આવેલ છે.

    પગાર ધોરણ: પોસ્ટ અને કામ પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.

    અને ખાસ કરીને અહીંયા ફ્રી વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શીખવાડે છે અને તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને જોબ મળશે તેવી ખાતરી પણ આપવામાં આવે છે. જે ઉમેદવાર ઉત્સુક હોય ગ્રાફિક શીખવા માટે તે લોકો અહીં આવીને શીખી શકે છે.

    કેવી રીતે અરજી કરી શકાય?
    જો તમે ઉપરની તમામ વિગતો સાથે તમે અનુકૂળ હોવ તો ઉપરોક્ત ઉમેદવારી નોંધવા માટે વડોદરા શહેરના Office Beacon ખાતે આપેલ નંબર પર સંપર્ક કરી મળવાનો સમય નક્કી કરી શકો છો. સંપર્ક: 8401181168

    careers@officebeacon.com જણાવેલ ઈ-મેલ એડ્રેસ ઉપર ઉમેદવાર પોતાનું રિઝ્યુમ મોકલી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર