Home /News /madhya-gujarat /

એકસાઈઝ ડયુટીનો વિરોધ,વડોદરા જિલ્લાના 1500 જવેલર્સ 3 દિવસની હડતાળમાં જોડાયા

વડોદરાઃકેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સોના પર એક ટકા એક્સાઈઝ ડ્યુટી લગાવી છે.જેના કારણે સોની વેપારીઓને ઉદ્યોગ ધંધા પર માઠી અસરો થવાની સંભાવનાઓને ધ્યાને લઈને સોની વેપારીઓ દ્વારા સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે વિરોધ નોંધાવવા માટે આજથી ગુજરાતભરના સોની વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને સરકારને આ નિર્ણય પરતખેંચવાની માંગ કરી રહ્યા છે.દેશ વ્યાપી સોનીઓની હળતાળને લઈ વડોદરાના સોનીઓ આજ સવારથી દુકાનો બંધ રાખી હળતાળને સમર્થન આપ્યુ છે.વડોદરા શહેર અને જિલ્લાના હજારો સોનીઓ ત્રણ દિવસ સુધી હળતાળના પગલે પોતાની દુકાન બંધ રાખશે જેના કારણે સરકાર અને સોનીઓને કરોડો રૂપિયાનુ નુકસાન થવાની આશંકા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

દેશના જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશને એકસાઈઝ ડયુટી ના વિરોધ સહિત વિવિધ માંગણીઓને લઈ દેશભરમાં ત્રણ દિવસ સુધી હળતાળ પાડી છે. જેમાં ગુજરાત જેવલર્સ એસોસિયેશને પણ સમર્થન જાહેર કરતા રાજયમાં જવેલર્સો ત્રણ દિવસની હળતાળ પર ઉતર્યા છે.વડોદરાના સોનીઓએ પણ ગઈ કાલે મળેલી મીટીંગમાં ત્રણ દિવસ સુધી હળતાળ પાડવાનો નિર્ણય લીધો છે જેની આજે અસર જોવા મળી હતી.શહેરના માંડવી ખાતે આવેલા મુખ્ય સોની બજારમાં આજ સવારથી જ દુકાનના તાળાં ખુલ્યા ન હતા.

માંડવી ખાતે રોજે સવારથી જ સોનીઓ ઉમટી પડતા હોય છે અને સમગ્ર સોની બજાર વેપારીઓ અને ગ્રાહકોથી ભરચક બની જતુ હોય છે.પરંતુ આજથી સોનીઓ ત્રણ દિવસની હળતાળ પર જતા માડવી સોની બજારમાં કાંગડા ઉડતા જોવા મળ્યા હતા.વડોદરા શહેર અને જિલ્લાના 1500 જેટલા સોનીઓ હળતાળમાં જોડાતા કરોડો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે.સોના ચાંદીના ઘરેણાં ખરીદવા આવતા ખરીદદારોને હળતાળની નહીવત અસર વર્તાશે પરંતુ સરકારને ચોકકસથી હળતાળથી નુકસાન જશે.જે ખરીદદારોને તાત્કાલીક સોના ચાંદીના ઘરેણાં ખરીદવાની જરૂર પડશે તેઓને ત્રણ દિવસની હળતાળને કારણે મુશ્કેલી પડશે.

તાજેતરમાં ભારત સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યુ જેમાં તેમને સોના ચાંદીના દાગીનાની બનાવટ પર એક ટકા એકસાઈઝ ડયુટી લાદયો છે.તેમજ  સરકારે ગ્રાહકને 2 લાખ કે તેથી વધુના ઘરેણાંની ખરીદી પર ફરજિયાત પાનકાર્ડ બતાવવાની લિમિટને 5 લાખ કરવાની સોનીઓની માંગને ઠુકરાવી દેતા સોનીઓ આંદોલનના માર્ગે ચડયા છે.
First published:

Tags: ગુજરાત, જવેલર્સ, રાજકોટ, સોની

આગામી સમાચાર