વડોદરા: શહેરમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં સંક્રમણ અટકાવવા કડકાઈ બતાવવી જરૂરી છે. વડોદરા શહેરમાં આજથી પોલીસ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રચિત જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ જેને "જેટ" તરીકે ઓળખવામાં આવે છે.
ઝોન દીઠ એક ટીમ, એવી રીતે ચાર ટીમો સપાટો બોલાવશે. જ્યાં ભીડ હશે તેવા મોલ-મલ્ટિપ્લેક્સ, બજારો, જાહેર સ્થળો, માર્કેટ, બગીચા, બસ ડેપો, રેલવે સ્ટેશન, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાએ ચેકીંગ કરશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખવા બદલ તેમજ માસ્ક નહિ પહેરવા બદલ સ્થળ પર જ દંડ ફટકારાશે.
કોરોનાના પહેલા અને બીજા વેવની જેમ ફરી એકવાર કોરોના ત્રીજા વેવની શરૂઆતમાં તંત્ર દ્વારા જેટ ની રચના કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો. શમશેર સિંહે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટિમ (જેટ)ની રચના કરવામાં સંયુક્ત આદેશો જારી કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર