Home /News /madhya-gujarat /

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બજારોમાં જન્માષ્ટમીની રોનક દેખાઈ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બજારોમાં જન્માષ્ટમીની રોનક દેખાઈ

બજારમાં

બજારમાં શણગારવા માટે ઘણી નવી વેરાઈટી આવી- જાત-જાતના રંગોના વાઘા, મુગુટ, ઝૂલા..

માંડવી વિસ્તારમાં આવેલી દુકાનના સંચાલકે જણાવ્યું કે, બજારમાં ગયા વર્ષ કરતા આ વખતે ગ્રહાકી વધારે છે

    1. શહેરના બજારોમાં જન્માષ્ટમીની રોનક દેખાઈ

    હવે ટૂંક જ સમયમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યાં શહેરમાં હવે લોકો જન્માષ્ટમીને લઈને ખરીદી કરવા નીકળી પડ્યા છે. જન્માષ્ટમીએ સૌનો પ્રિય તહેવાર છે, જેમાં લોકો પોતાના ઘરે પણ કૃષ્ણ જન્મ ધામધૂમથી ઉજવતા હોય છે. એના માટે લોકો પોતાના ઘરે શણગાર કરવા માટે બજારમાં આવી પહોંચ્યા છે.  બજારમાં આ વર્ષે શણગાર માટે ઘણી નવી વેરાઈટી આવેલ છે. જાત-જાતના રંગોના વાઘા, મુગુટ, ઝુલા, વગેરે.

    બજારમાં આવેલ ખરીદાર દિપીકાબેને જણાવ્યું કે, ઘણા વર્ષોથી અમે જન્માષ્ટમીનો તહેવાર ઘરે જ ઉજવીયે છે અને એના માટે લાલજી માટે વાઘા અને શણગાર વર્ષોથી આજ દુકાનેથી જ ખરીદીયે છે. અહીંના વાઘા ને શણગાર ખુબ સરસ હોય છે.

    માંડવી વિસ્તારમાં આવેલી દુકાનના સંચાલકે જણાવ્યું કે, બજારમાં ગયા વર્ષ કરતા આ વખતે ગ્રહાકી વધારે છે, કારણે ગયા વખતે કોરોના ખુબ હતો આ વર્ષે ઓછો થયો છે. જેથી કરીને લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.

    2. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા

    વડોદરા શહેરના લહેરીપુરા દરવાજાથી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસરના દબાણો દૂર કરાયા. શહેરના લહેરીપુરા વિસ્તારમાં મઁગળબજાર થી લઈ માંડવી વિસ્તારમાં પથારાવાળાઓ, દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવતા હોય છે. તથા સ્વછતા અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય, તે માટે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડૉ.હિતેન્દ્ર ભાઈ પટેલ,  ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, વોર્ડ નં- 14ના કાઉન્સિલર તથા વોર્ડઓફીસર ધ્વરા આજે સવારે લહેરીપુરા દરવાજાથી પગપાળા ફેરની કરવામાં આવી હતી.

    આ લોકો દ્વારા લોકોને સમજ આપવા આવી કે, ચાલતા બધા લોકોને સમજવાના છે કે દબાણો ન કરો ચાલવાની જગ્યા રાખો. એવી રીતે સૌનો સાથ, સહકાર ,વિકાસ અને સૌનોએ વિશ્વાસ પ્રાપ્ત કરીને સૌને સમજાવાના છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Festival Time, Happiness, Janmashtami, ઉજવણી`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन