Home /News /madhya-gujarat /

વડોદરા: ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવશે, જોઈલો પુરો કાર્યક્રમ

વડોદરા: ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવશે, જોઈલો પુરો કાર્યક્રમ

શહેરમાં

શહેરમાં ઠેર - ઠેર ઉજવાતા મટકીફોડના કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમો યોજશે નહિ

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ (janmashtami)ની ધામધૂમપૂર્વકની ઉજવણીને કોરોના કહેરને લીધે આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું

    વડોદરા : શહેરમાં ગોત્રી વિસ્તાર ખાતે આવેલ ઇસ્કોન મંદિર (iskcon temple)માં સોમવારે જન્માષ્ટમી (janmashtami)ની ઉજવણી ધાર્મિક - શાસ્ત્રોક્ત પરંપરા નિભાવી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે. જન્માષ્ટમી પર્વે (janmashtami festival) ઇસ્કોન મંદિર ખાતે કોવિડ -19 ના નીતિ - નિયમોનું પાલન કરી ભક્તો ભગવાનના માત્ર દર્શન કરી શકશે.

    ઈસ્કોન મંદિર જન્માષ્ટમી કાર્યક્રમ

    જન્માષ્ટમીની પરોઢે 4:30 કલાકે મંગળા દર્શન, 7:30 કલાકે શૃંગાર દર્શન પછી રાતના 10:00 કલાક સુધી ભક્તો દર્શનાર્થે આવી શકશે. મધરાતે 12:00 કલાકે ભગવાનનો અભિષેક કરી પારણે ઝુલાવાશે. વિક્રમ સંવત 2077 ને શ્રાવણ વદ આઠમના સોમવારે શહેરના ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરોમાં કોરોનાની ગાઈડ - લાઇન મુજબ જન્માષ્ટમીનો પવિત્રપર્વ ધાર્મિક - શાસ્ત્રોક્ત પરંપરા મુજબ રાતે 1:00 કલાક સુધી ઉજવાશે.

    અલબત્ત, મટકીફોડનો આનંદ ઉલ્લાસ ઓઝલ થઇ જશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ (જન્માષ્ટમી)ની ધામધૂમપૂર્વકની ઉજવણીને કોરોના કહેરને લીધે આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. શહેરમાં ઠેર - ઠેર ઉજવાતા મટકીફોડના કાર્યક્રમ સહિત બીજા અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિં. જેથી મોટાભાગના ભક્તો પોતાના ઘરે જ જન્માષ્ટમીની સાદગીપૂર્ણ ઉજવણી કરી લાલજીને પારણે ઝુલાવી ભક્તિના રંગે રંગાશે.

    શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં પણ કોવિડ -૧૯ ના નીતિ - નિયમોનું પાલન કરી માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા પડશે. આ વર્ષે શહેરના ગોત્રી, ફતેગંજ, નિઝામપુરા, ગોરવા, તરસાલી, માંજલપુર, દાંડિયાબજાર સહિતના વિસ્તારોમાં મટકીફોડનો કાર્યક્રમ યોજાશે નહિં.
    First published:

    Tags: Janmashtami, Janmashtami 2021, ઉજવણી`

    આગામી સમાચાર