Home /News /madhya-gujarat /

વડોદરા : શહેરમાં ઉત્સવનો માહોલ, ઈસ્કોન ખાતે જનમાષ્ટમીની ઉજવણી

વડોદરા : શહેરમાં ઉત્સવનો માહોલ, ઈસ્કોન ખાતે જનમાષ્ટમીની ઉજવણી

vadodara

vadodara News : વડોદરામાં આવી રીતે ઉજવાઈ જનમાષ્ટમી આ ઉપરાંત આજના અન્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં

vadodara News : વડોદરામાં આવી રીતે ઉજવાઈ જનમાષ્ટમી આ ઉપરાંત આજના અન્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં

    Vadodara TOP News: વડોદરા શહેરમાં આવેલ ખંડેરાવ માર્કેટ ખાતે ફૂલોનું બજાર આવેલ છે. આ બજારમાં જાત-જાતના ફૂલો જોવા મળતા હોય છે. અહીંયા લોકો દૂર દૂરથી ખરીદી કરવા માટે આવતા હોય છે. કોરોનાની લહેર શાંત પડતા લોકો હવે બજારમાં ખરીદી માટે નીકળી પડ્યા છે. જન્માષ્ટમીનો તહેવાર હોવાથી કૃષ્ણભક્તો બજારમાં ફૂલોની ખરી કરતા નજરે ચડ્યા છે. આ વર્ષે ફૂલોના ભાવો કોઈ ખાસ વધારો થયેલ નથી. દર વર્ષ જેટલો જ ભાવ નોંધાયેલ છે. રાત્રે કૃષ્ણ જન્મ માટે ભક્તો ખાસ માર્કેટમાં તાજા અને સુગંધી ફૂલો ખરીદવા આવી પહોંચ્યા છે.

    2. શહેરના ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી

    આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મઉત્સવ એટલે કે જન્માષ્ટમી છે. શ્રાવણ માસનો વિક્રમ સવંત 2077 વદની આઠમ એટલે કે જન્માષ્ટમી. ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5248મો જન્મોત્સવ છે. સાથે સાથે આજે રોહિણી નક્ષત્ર વૃષભ રાશિનો અનોખો સંયોગ છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમીને રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં થયો હતો. હિન્દૂ શાસ્ત્રમાં ચાર રાશિનું વિશેષ મહત્વ છે. જેમાં મોહ રાત્રી એટલે જન્માષ્ટમી જેથી તેનું મહત્વ વિશેષ હોય છે.

    તદુપરાંત, સહજ ગ્રુપ દ્વારા ઈસ્કોન મંદિરના પરિસરમાં શ્રીકૃષ્ણની આબેહૂબ રંગોળી બનાવીને કૃષ્ણભક્તિ દર્શાવી. આ રંગોળી કુલ 10 કલાકારો દ્વારા લગભગ 60 કલાકના અથાક પરિશ્રમ બાદ તૈયાર થયેલ છે. આ રંગોળી જોતા ની સાથે જ મંત્રમુગ્ધ બની જવાય એટલી સુંદર કલા પ્રદર્શિત કરેલ છે. વડોદરા શહેરના કલાકારોની આજ એક મોટી વિશેષતા રહેલ છે કે, કોઈ પણ તહેવાર હોય કલાકારો અનોખી રીતે પોતાની ભક્તિનું પ્રદર્શન કરતા હોય છે.

    3. ફરી એક વખત લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન

    અઠવાડિયા પહેલા જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલ હતી કે, સોમવારે વરસાદ આવશે, તે આજ ના રોજ સાચી પુરવાર થયેલ છે. વડોદરા શહેરમાં મધરાતેથી જ વરસાદ શરૂ થયો છે. વરસાદનું આગમન ધડાકાભેર વીજળીઓ સાથે થયું. તદુપરાંત, ખુબ જ જોશમાં ધોધમાર વરસાદ હજી પણ ચાલુ છે. વડોદરા જિલ્લામાં વરસાદની ખુબ જ જરૂરત છે. કારણ કે, આજવા સરોવરની સપાટી 206 ફૂટે છે. જે પાણી કાંપની સમસ્યા દર્શાવે છે. ઉપરાંત ખેતરો પણ સૂકાવા લાગ્યા છે, જ્યાં પૂરતું પાણી મળી રહેતું નથી. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખતા એવું કહી શકાય કે હવે વડોદરા જિલ્લામાં વરસાદની અતિરેક પણે જરૂર પડેલ છે.
    First published:

    Tags: Janmashtami, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन