જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરામાં આવી પહોંચી, 10 દિવસ પ્રૅક્ટિસ કરશે

News18 Gujarati
Updated: September 6, 2019, 10:31 AM IST
જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરામાં આવી પહોંચી, 10 દિવસ પ્રૅક્ટિસ કરશે
વડોદરા પહોંચેલી ટીમ

ઈરફાન પઠાણ જમ્મુ-કાશ્મીર ટીમનો મેન્ટર છે, ટીમ વડોદરા ખાતે આગામી રણજી સીઝનની તૈયારીઓ કરશે.

  • Share this:
ફરિદખાન, વડોદરા : જમ્મુ-કાશ્મીરની રણજી ટીમ ગુરુવારે રાત્રે હવાઈ માર્ગે વડોદરા આવી પોહચી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય બાદ સલામતીના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની ટીમ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસ માટે પ્રૅક્ટિસ કરશે. કાશ્મીર રણજી ટીમના મેન્ટર ક્રિકેટર ઈરફાન પઠાણ અને કોચ મિલાપ મેવાડા છે. આ બંને વડોદરાના છે. જમ્મુ-કાશ્મીરમાં હજી જનજીવન સામાન્ય ન થતા ક્રિકેટનો કેમ્પ વડોદરા ખાતે ખસેડાયો છે.

ગુરુવારે રાત્રે હરણી વિમાન મથકે જમ્મુ-કાશ્મીરના 27 ક્રિકેટર્સ સહીત સપોર્ટ સ્ટાફ વડોદરા આવી પહોંચ્યો હતો. જમ્મુ-કાશ્મીર ખેલાડીઓ આગામી રણજી સિઝન માટે તૈયારીઓ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર ટીમના કેપ્ટન પરવેઝ રસૂલે મડિયાથી અંતર રાખ્યું હતું.

આ પણ વાંચો : વડોદરામાં વધુ એક લેપ્ટોસ્પાયરોસિસનો કેસ નોંધાયો, આરોગ્ય તંત્ર હરકતમાં

તમામ ખેલાડીઓને વોલ્વો બસમાં ભાયલી ખાતે લઇ જવામાં આવ્યા હતા. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોએ જમ્મુ-કાશ્મીર ટીમની પ્રૅક્ટિસ માટે કોઈ પણ ચાર્જ લીધો નથી. જોકે, જમ્મુ-કાશ્મીરની ટીમ વડોદરામાં આવી પહોંચતા આઈબી સહિતની સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઈ છે. આ ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન પોલીસની સુરક્ષા વ્યવસ્થા રહે તેવી શક્યતા છે. 10 દિવસના પ્રેક્ટિસ સેશન દરમિયાન જમ્મુ-કાશ્મીર ટીમના ખેલાડીઓ લક્ષ્મી વિલાસ પેલેસ અને સ્ટૅચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે.
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...