ડિસામાં મુસ્લિમ સંગઠન દ્વારા જાકીર નાયકનો વિરોધ, કહ્યું- "જાકીર ઇન્સાનીયતનો દુશ્મન"

News18 Gujarati | Pradesh18
Updated: July 26, 2016, 2:02 PM IST
ડિસામાં મુસ્લિમ સંગઠન દ્વારા જાકીર નાયકનો વિરોધ, કહ્યું-
પાલનપુર : તાજેતરમાં મદીના શરીફ પર થયેલા આતંકી હુમલા બાદ આજે સમગ્ર ભારતભરમાં ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડ દ્વારા વહાબી સમુદાયના વડા ઝાકીર નાયકને પ્રતિબંધિત કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને મુસ્લિમ સમાજ દ્વારા તેના પ્રવચન અને તેની ટી વી ચેનલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.તેમજ ઝાકીર નાઈક નો વિરોધ કરાયો હતો.

  • Pradesh18
  • Last Updated: July 26, 2016, 2:02 PM IST
  • Share this:

પાલનપુર : તાજેતરમાં મદીના શરીફ પર થયેલા આતંકી હુમલા બાદ આજે સમગ્ર ભારતભરમાં ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડ દ્વારા વહાબી સમુદાયના વડા ઝાકીર નાયકને પ્રતિબંધિત કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને મુસ્લિમ સમાજ દ્વારા તેના પ્રવચન અને તેની ટી વી ચેનલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.તેમજ ઝાકીર નાઈક નો વિરોધ કરાયો હતો.

muslim palnpur

આખી દુનિયામાં અત્યારે સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે છે આતંકવાદની સમસ્યા.વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદને નાથવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાશો કરી રહ્યા છે.તેમ છતાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી.ત્યારે હવે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડ પણ સામેલ થઇ ગયું છે.તાજેતરમાં મદીના શરીફ અને બંગલાદેશમાં થયેલા આતંકી હુમલા બાદ ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડે સામે આવીને ઝાકીર નાયકને પ્રતિબંધિત કરવાની માંગ કરી છે.આજે સમગ્ર ભારતભરમાં ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ઝાકીર નાયકને ઇસ્લામ અને ઇન્શાનીયતનો દુશ્મન હોવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.જે ડીસા ખાતે પણ ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડના બનાસકાંઠાના પ્રમુખ હજરત સૈયદ મોહમ્મદઅલી કાદરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઝાકીર નાયક જેવા તત્વો જે દેશના નવ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને દેશ ની શાંતિ ડહોલવાનો પ્રયાસ કરે છે ત્યારે દેશની શાંતિ માટે ઝાકીર નાયકને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

અને બાંગ્લાદેશની જેમ હિન્દુસ્તાનમાં પણ ઝાકીર નાયકની ટી.વી.ચેનલ પીસ ટી.વી. પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.આ ઉપરાંત ઓલ ઇન્ડિયા ઉલમા એન્ડ મસેઇખ બોર્ડ દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફીઝ સઈદ અને ઉશ્કેરણી જનક ભાષણ માટે જાણીતા ઓવીસીનો પણ જોરદાર વિરોધ નોંધાવ્ય છે અને તેમના વિવાદાસ્પદ ભાષણો પર પણ પ્રતિબંધ લગાવીને યુવા વર્ગને ગેરમાર્ગે જતા સરકારે અટકાવો જરૂરી હોવા ની વાત કરી હતી.

First published: July 26, 2016, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading