Home /News /madhya-gujarat /Protest for Sammed Shikharji: 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે': વડોદરામાં મહાઆક્રોષ

Protest for Sammed Shikharji: 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે': વડોદરામાં મહાઆક્રોષ

વડોદરામાં માંડવી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી જૈન સમુદાયની વિશાળ રેલી નીકળી હતી.

Jain Protest: 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે. જૈનોનું જે હજારો વર્ષોથી તીર્થ છે તે અત્યારે અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહેશે.'

    વડોદરા: પાલિતાણા ખાતે શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે દેશભરમાં જૈન સમાજ મહારેલીઓનું આયોજન કરી રહ્યાં છે. આજે વડોદરામાં માંડવી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી જૈન સમુદાયની વિશાળ રેલી નીકળી હતી. જેમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ પહેલા નવા વર્ષની પહેલી તારીખે જ અમદાવાદમાં પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

    વડોદરામાં સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાના વિરોધમાં અને પાલીતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરતા જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નિકલી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયનાં નાગરિકો જોડાયા હતા. આ તમામ લોકોની એક જ માંગ હતી કે, ગુજરાત અને ઝારખંડ સરકાર આ નિર્ણય પરત ખેંચી લે. જો આ નિર્ણય પાછો નહીં ખેચવામાં આવે તો ઉપવાસ આંદોલત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

    પાલિતાણા ખાતે શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે અમદાવાદના તમામ જૈન સંઘો દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી ચાર રસ્તાથી આરટીઓ સર્કલ સુધી યોજાનારી આ રેલીમાં સેંકડો જૈનો જોડાયા હતા.

    આ પણ વાંચો: નવસારી: કાર ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાઇ



    શહેરમાં આ વિશાળ રેલીમાં જૈન સમાજનાં સાધુ ભગવંતો પણ જોડાયા હતા. શત્રુંજય મહાતીર્થને અસામાજીક તત્ત્વોના દૂષણથી મુક્ત કરવાની માંગ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો તેમજ 'જય આદિનાથ, જય ગિરિરાજ'ના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા.



    જૈન મુનિ, કૃપા બિંદુ મહારાજે આ અંગે જણાવ્યું કે, 'જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે. જૈનોનું જે હજારો વર્ષોથી તીર્થ છે તે અત્યારે અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહેશે. જેને જેને ભક્તિ કરવી હોય તો સાથે આવે પરંતુ જૈનોને ખસેડીને કે આક્રમણ કરીને પોતાની માલિકી સ્થાપવાનું વિચારતા હોય તેના વિરોધમાં આ આંદોલન છે.'



    જૈન અગ્રણી, પ્રકાશ ભાવસારનાં જણાવ્યા પ્રમાણે, 'સમેદ શિખર વર્ષોથી જૈનોનું ગણાતું આવ્યું છે. ત્યારે હવે તેને ટુરિસ્ટ સ્થળ જાહેર કરી દેતા હવે ત્યાં પાંચ સ્ટાર, થ્રી સ્ટાર હોટલો પણ આવે જેમાં માસ મદીરા પણ આવે. આ ઉપરાંત ઘણાં દુષણો થઇ શકે છે. અમારા તીર્થની ભવ્યતા જોખમાઇ શકે છે. જો આવા આંદોલનોથી પણ આ નહીં પતે તો વિશેષ આંદોલનો થશે, આમરણાંત ઉપવાસ થશે મોટા ધરણા થશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, જૈન સમાજ, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन