Home /News /madhya-gujarat /Vadodara: દશેરાએ કરોડોના ફાફડા જલેબીના ભૂક્કા કાઢી નાખ્યા; ફાફડા અને જલેબીમાં આટલી વેરાયટી જોવા મળી

Vadodara: દશેરાએ કરોડોના ફાફડા જલેબીના ભૂક્કા કાઢી નાખ્યા; ફાફડા અને જલેબીમાં આટલી વેરાયટી જોવા મળી

શહેર

શહેર - જિલ્લામાં લાખો નાગરિકો કરોડોના ફાફડા - જલેબી - ચોળાફળી ખાધા.

આજે દશેરાના મહાપર્વે શહેર-જિલ્લામાં લાખો નાગરિકો કરોડોના ફાફડા - જલેબી - ચોળાફળી ખાધા. તદુપરાંત સેંકડો કારીગરોએ દિવસ રાત એક કરીને ફાફડા - જલેબી તૈયાર કર્યા.

    Nidhi Dave, Vadodara: આજે દશેરાના મહાપર્વે શહેર-જિલ્લામાં લાખો નાગરિકો કરોડોના ફાફડા - જલેબી - ચોળાફળી ખાધા. તદુપરાંત સેંકડો કારીગરોએ દિવસ રાત એક કરીને ફાફડા - જલેબી તૈયાર કર્યા. અસત્ય પર સત્યના વિજય તરીકે આજે વિજ્યાદશમીની ધામધુમપૂર્વક ઉજવણી લોકો કરી રહ્યા છે. મંદિરો - આધ્યાત્મિક સ્થાનકો રજવાડા - મહેલો , શસ્ત્રાગારો , પોલીસ હેડક્વાટર્સ સહિત અનેક સ્થળોએ પરંપરા નિભાવવા શસ્ત્રપૂજન કરવામાં આવ્યા.

    દશેરાની ઉજવણી માટે ફાફડા - જલેબી ખાવાનો મહિમા વિશેષ હોઇ છે. ક્વોલિટી પ્રમાણે ફાફડા - જલેબીનું ટનબંધ વેચાણ થઇ રહ્યું છે. શુધ્ધ ઘી , કેસર , મેંદા સહિતના દ્રવ્યોમાંથી તૈયાર કરાતી જલેબી રૂ. 560 ના ભાવે કિલો વેચાઇ. આ પ્રમાણે શુધ્ધ સિંગતેલ , બેસનમાંથી બનાવાતા ફાફડા રૂ. 480 ના ભાવે કિલો વેચાયા. કારણ કે, રો - મટિરિયલ્સ , મજુરી સહિતના ઇતરખર્ચા વધતા ફાફડા - જલેબીના ભાવ આ વર્ષે સાધારણ વધારો નોંધાયો છે. ગતવર્ષે શુધ્ધ દેશી ઘીનો 1 કિલોનો ભાવ રૂ. 400 હતો, જે આ વર્ષે રૂ. 625 થયો.
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन