Home /News /madhya-gujarat /

VADODARA: સંસ્કારી નગરી વડોદરા બન્યું યોગમય, આ રીતે લોકો કરી અનોખી ઉજવણી, જુઓ Video

VADODARA: સંસ્કારી નગરી વડોદરા બન્યું યોગમય, આ રીતે લોકો કરી અનોખી ઉજવણી, જુઓ Video

21

21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખાય છે. 

યોગ (Yoga) એક પ્રાચીન શારીરિક, આધ્યાત્મિક અને માનસિક પ્રણાલી છે. યોગ એ શરીર અને આત્માનું જોડાણનું પ્રતીક છે.યોગ કરવાથી લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે.

    નીધિ દવે/ વડોદરા: યોગ (Yoga) એક પ્રાચીન શારીરિક, આધ્યાત્મિક અને માનસિક પ્રણાલી છે. યોગ એ શરીર અને આત્માનું જોડાણનું પ્રતીક છે. આખા દેશમાં યોગને અલગ અલગ રૂપે કરવામાં આવતું હોય છે, અને હવે યોગ એ દિન પ્રતિદિન પ્રચલિત બનતું જાય છે. યોગ એ પ્રાચીનકાળથી ચાલતી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.

    આજરોજ 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઓળખાય છે. આ યોગ દિવસની શરૂઆત 21 જૂન, 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

    યોગ કરવાથી લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે.

    દરેકના મનમાં એક પ્રશ્ન ઉદભવતો હશે કે 21મી જૂન જ શા માટે? તો એનું કારણ છે, 21મી જૂને ગ્રીષ્મ સંક્રાંતિનો દિવસ હોય છે. આ દિવસે સૂર્ય ધરતીની ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરે છે. આ દિવસ પરિવર્તન માટે ખુબ જ સારો સમય ગણવામાં આવે છે. ગ્રીષ્મ સંક્રાન્તિનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. તેથી આ દિવસને યોગ દિવસ તરીકે માન્યતા મળેલ છે.જીવનમાં યોગ ખુબ જ જરૂરી છે.

    યોગ કરવાથી લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે. તથા યોગ કરવાથી આનંદ અનુભવાય છે, ઉશ્કેરાટ ઓછો થયો છે, સહનશક્તિ વધી છે, મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તી અનુભવાય છે.યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. પરંતુ તમને "યોગ-જીવનનો ઍક રાહ" શોધવામાં મદદ કરશે.

    ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    તેથી આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડોદરા શહેરના ઘણા સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાગ બગીચાઓમાં, ખુલ્લા મેદાનોમાં, સ્કૂલ - કોલેજો, વગેરે જગ્યાઓ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ખાસ વાત કરીએ તો, શહેરના કમાટીબાગમાં મહિલાઓ ભેગી થઈને યોગ દિવસની ઉજવણી કરી હતી.

    આ પણ વાંચો: વડોદરા શહેરમાં થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, જૂઓ PHOTOS

    આ મહિલાઓ ફક્ત આજે જ નહીં પરંતુ 2008થી બાગમાં વહેલી સવારે અહીં યોગ કરતા હોય છે.તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરામાં પતંજલિ યોગ અને પીઠ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના સહયોગથી ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, World yoga day, આંતર રાષ્ટ્રીય યોગ દિવસ, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन