Home /News /madhya-gujarat /Vadodara: વડોદરામાં ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023નું આયોજન, આવો છે ઉદ્દેશ્ય, જુઓ Video

Vadodara: વડોદરામાં ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023નું આયોજન, આવો છે ઉદ્દેશ્ય, જુઓ Video

X
પાંચ

પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા એ ભાગ લીધો...

વડોદરામાં પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની ટીમો પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.  શ્રીલંકા આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે. 

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: વડોદરામાં પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની ટીમો પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. શ્રીલંકા આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે. તમામ ટીમો તેમના દેશોનું પ્રતિનિધિત્વ કરવા, મિત્રતા વિકસાવવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવાનો સમાન ઉદ્દેશ્ય સાથે રમી રહી છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી, ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રતાપ નગર ખાતે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.



ટીમો લીગ તબક્કામાં એકબીજા સાથે રમશે ત્યારબાદ પ્રથમ અને બીજી સેમી ફાઈનલ મેચો રમાશે.



ટોચની બે ટીમો ચેમ્પિયનશિપ માટે ફાઇનલમાં ટકરાશે. સમાજના શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે ક્રિકેટની રમતમાં ઉમદા ભાવના, સતત પ્રોત્સાહન અને જબરજસ્ત સમર્થન સાથે તમામ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.



રઘુ કુમાર આર., જનરલ સેક્રેટરી IWCC એ બધામાં સૌથી વધુ ખુશ છે કારણ કે આખરે તેમના પ્રયત્નોનું ફળ મળ્યું અને ગુજરાત રાજ્યમાં યોગ્ય નિયમો સાથેની પ્રથમ સત્તાવાર ટુર્નામેન્ટનું આયોજન થયું. તેમણે તમામ સમર્થન માટે ગુજરાત સરકારનો આભાર માન્યો. રઘુ કુમારે જણાવ્યું કે, અમે ફેબ્રિકેશન વર્કની મદદથી વ્હીલચેર બનાવીએ છીએ.



હું રમતને સમજવા માટે નેપાળ, શ્રીલંકા જેવા દેશોમાં વ્યક્તિગત રૂપે પ્રવાસ કરું છું અને બાદમાં એશિયન ટ્રેક એન્ડ ટર્ફ ફેડરેશન (ATTF) પાસેથી સમર્થન મેળવું છું કે જેની હેઠળ વ્હીલચેર ક્રિકેટ સહિત 24 રમત છે. અગાઉ આ રમત કોઈપણ નિયમો વિના રમાતી હતી. પરંતુ બાદમાં રમતમાં નિયમો આવ્યા અને વડોદરામાં પ્રથમ સત્તાવાર ટુર્નામેન્ટનું આયોજન થયું છે.
First published:

Tags: Cricketers, Local 18, Vadodara